Connect Gujarat
ગુજરાત

નવનારી એક અભિયાનને દિલ્હી ખાતે મળ્યો એવોર્ડ

નવનારી એક અભિયાનને દિલ્હી ખાતે મળ્યો એવોર્ડ
X

નવસારી જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌ ટકાએ લઇ જઇને મહિલાઓ સ્‍વમાનભેર જીવી શકે તે માટે શિક્ષણ સાથે આરોગ્‍ય, સ્‍વરોજગારી જેવી સુવિધાઓ મળે તે માટે નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ શરૂ કરેલા ‘‘નવનારી એક અભિયાન''ને જિલ્લામાં ખુબ જ સારી સફળતા મળી છે. આ પ્રોજેકટને દિલ્‍હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સમારોહમાં કલેકટર રવિ કુમાર અરોરાને અજય ટમટા દ્વારા અગ્રસચિવ પંકજકુમારની ઉપસ્‍થિતિમાં કીગા સુમિત-૨૦૧૮ અબ્‍દુલ કલામ ગવર્નન્‍સ એવોર્ડની સન્‍માનિત કરવામાં આવ્‍યા.નવસારી જિલ્લામાં મહિલાઓમાં સાક્ષરતા દર ઓછો છે, એવા ગામોને પસંદ કરીને મહિલાઓને સાક્ષર બનાવવા નવનારી એક અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અભિયાન હેઠળ અત્‍યાર સુધીમાં ૨૦૭ ગામોમાં પપ૩ જેટલા વર્ગો પુર્ણ કરીને ૧૪૯૯૯ મહિલાઓને સાક્ષર કરવામાં આવી છે. સાક્ષર થયેલી મહિલાઓના ૨૦૦પ જેટલા બેંક ખાતાઓ પણ ખોલવામાં આવ્‍યા છે. સાક્ષર થયેલી મહિલાઓને ગેસ સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે સરકારને ઉજ્જવલા ગેસ કનેકશન યોજના અને લોકસહયોગ વડે પપ૯૩ સાક્ષર થયેલી મહિલાઓને વિનામુલ્‍યે ગેસ કનેકશન પુરા પાડવામાં આવ્‍યા છે.

નવનારી એક અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૮ માં પણ વર્ગો શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં મહિલાઓને દરરોજ બે કલાક એમ ૩૦ દિવસ સુધી સમાજજીવનને અનુરૂપ શિક્ષણ આપીને સાક્ષર બનાવવામાં આવે છે. અભિયાન હેઠળ સાક્ષર બનેલી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. સમાજમાં પ્રવર્તતતી અંધશ્રધ્‍ધાથી મુકિત મળવાની સાથે આરોગ્‍ય સેવાઓ તરફ વધુ ધ્‍યાન આપી રહી છે.

Next Story