Connect Gujarat
દુનિયા

અમેરિકામાં સિટિઝનશિપ મેળવવામાં ભારતીય મૂળના નાગરિકો સૌથી આગળ

અમેરિકામાં સિટિઝનશિપ મેળવવામાં ભારતીય મૂળના નાગરિકો સૌથી આગળ
X

અમેરિકામાં સિટિઝનશિપ મેળવવાની બાબતે ભારતીય ૨૦૦૫થી ૨૦૧૫ના એક દશકામાં સૌથી આગળ રહ્યા હતા. ભારતીયોને સિટિઝનશિપ આપવાના દરમાં ૮૦ ટકાનો માતબર વધારો થયાનું પ્યૂ રીસર્ચ સેન્ટરે એક તારણમાં જણાવ્યું હતું.

૨૦૦૫માં ૧.૪ કરોડ વિદેશી નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું. એ આંકડો ૨૦૧૫માં વધીને ૧.૯ કરોડે પહોંચ્યો હતો. ૨૦૦૫માં ૬૨ ટકાનો સિટિઝનશિપ આપવાનો દર ૬૨ ટકા હતો, જે વધીને એક દશકામાં ૬૭ થયો હતો. પ્યૂ રીસર્ચ સેન્ટરે ૨૦૦૫થી ૨૦૧૫ દરમિયાનના ડેટાના આધારે અહેવાલ આપ્યો હતો, એ પ્રમાણે ભારત અને એક્વાડોરના નાગરિકો સિટિઝનશિપ મેળવવામાં સૌથી આગળ હતાં.

ભારતીયોનો સિટિઝનશિપ મેળવવાનો દર ૧૦ વર્ષમાં વધીને ૮૦ ટકા થયો હતો. બીજી રીતે સમજીએ તો ૨૦૦૫માં કુલ સિટિઝનશિપ મેળવનારા લોકોમાં ભારતીયોની સંખ્યા ૬૯ ટકા હતી, ૨૦૧૫માં કુલ સિટિઝનશિપ મેળવનારા લોકોમાં ભારતીયોની સંખ્યા ૮૦ ટકા હતી. ડેટા પ્રમાણે લગભગ ૧૧ ટકાનો વધારો નોંધાયો હતો. એક્વાડોર બીજા ક્રમે હતું. પણ ટકાવારીની દૃષ્ટિએ એક્વાડોરના નાગરિકોને પણ સિટિઝનશિપ આપવાના દરમાં ૧૧ ટકાનો વધારો થયો હતો. એ રીતે ભારત અને એક્વાડોરના નાગરિકોને એક સમાન રીતે સિટિઝનશિપ મળી હતી. એ દશકામાં અમેરિકામાં આવેલા વિદેશી નાગરિકોમાં ભારત અને એક્વાડોરના નાગરિકોએ મેદાન માર્યું હતું. આ યાદીમાં ભારત-એક્વાડોર પછી હોન્ડુરાશ, ચીન, ક્યુબાનો સમાવેશ ટોપ-૫માં થતો હતો.

Next Story