Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં સજ્જન ઇન્ડિયા લી.દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ભરૂચમાં સજ્જન ઇન્ડિયા લી.દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
X

ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મહાવીર ઇન્ટરનેશનલ તેમજ સજ્જન ઇન્ડિયા લી.અંકલેશ્વરનાં સહયોગ થી નિઃશુલ્ક મેડિકલ તેમજ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડો.કાંતિભાઈ એચ.શાહની જન્મ શતાબ્દી નિમિત્તે આયોજિત આ કેમ્પમાં જનરલ સર્જન, ફિઝીશ્યન, ઓર્થોપેડિક સર્જન, સ્ત્રી રોગ, દાંત રોગનાં તબીબ, બાળરોગ, કાન, નાક, અને આંખ રોગનાં નિષ્ણાંત સહિત ચર્મ રોગનાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.મેડિકલ કેમ્પનું ઉદ્દઘાટન ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સજ્જન ઇન્ડિયા લી. નાં સિનિયર જનરલ મેનેજર પી.કે.શ્રીવાસ્તવ,એજીએમ વિજય પારિક, તથા સિનિયર મેનેજર HR બી.પી. જુગદાન સહિત ભરૂચ, સુરત, અને વડોદરાનાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા, અને 1500 જેટલા જરૂરિયાતમંદ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

Next Story