Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં પોલિયોનાં 23412 બુથ પર બાળકોને રસી પીવડાવવામાં આવી

ભરૂચ જિલ્લામાં પોલિયોનાં 23412 બુથ પર બાળકોને રસી પીવડાવવામાં આવી
X

ભરૂચ જિલ્લામાં રવિવારે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત પેહલા તબક્કામાં બાળકોને પોલિયો રસીનાં 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ચાલુ વર્ષે પોલિયો રસીકરણનો પ્રથમ રાઉન્ડ 28મી જાન્યુઆરીનાં રોજ શરૂ થયો છે. બીજો એપ્રિલમાં રવિવારે શરૂ થશે. આ અભિયાન દરમિયાન શૂન્ય થી પાંચ વર્ષ સુધીના ભરૂચ જિલ્લામાં નાના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 412 જેટલા બુથ પર શૂન્ય થી પાંચ વર્ષ સુધીનાં બાળકોને પોલિયોની રસ પીવડાવવામાં આવી હતી.

ઈંટોના ભઠ્ઠા અને નવા ચાલુ બાંધકામ વિસ્તારમાં બાળકોને મોબાઈલ ટીમ મારફતે રસીકરણ થી આવરી લેવામાં આવ્યા હતા. તેમજ ભરૂચ રેલવે સ્ટેશનનાં 4 પ્લેટફોર્મ પર 6 બસ સ્ટેન્ડ પર 4 અને વિવિધ ટ્રેનમાં પણ 10 જેટલી ટ્રાઝીસન્સ ટીમો દ્વારા મુસાફરી કરી રહેલ બાળકોને પણ પોલિયો મુક્ત કરવા માટે પોલીયો રસીનાં ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા જિલ્લાવાસીઓ ને પાંચ વર્ષ સુધીના બાળકોને પોતાના નજીકના પોલિયો બુથ જઈ રસી પીવડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

Next Story