Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથનાં ખેડૂતની દીકરીએ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધાર્યુ

ગીર સોમનાથનાં ખેડૂતની દીકરીએ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધાર્યુ
X

ગીર સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડાનાં લાટી ગામની ખેડૂતની દીકરીએ ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યુ છે. ભારતી સોલંકી નામની દીકરીએ આંતરરાષ્ટ્રીય યોગ ઇવેન્ટમાં એક સાથે ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને મલેશિયામાં ભારતનો ડંકો વગાડયો છે.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="Farmer girl made proud to country in Yoga" ids="41302,41303,41304,41305,41306,41307"]

વિશ્વ સ્તરે દેશનું ગૌરવ વધારનાર આ દિકરી સ્વદેશ પરત ફરતા ગ્રામજનોએ દીકરીનું ઢોલ નગારા સાથે ભવ્ય સન્માન કર્યુ હતુ. મલેશિયા ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં દુબઇ, થાઇલેન્ડ, મલેશિયા સહિતનાં વિશ્વના 16 દેશોનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

યોગની સ્પર્ધા IY- 6,IY-C સ્પર્ધામાં ભારતીએ 2 ગોલ્ડ તેમજ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. દીકરી જીત બાદ માતા પિતા ભાવ વિભોર થઇ ગયા હતા.

ભારતી સોલંકીની આ સિધ્ધી બદલ રાજકીય ક્ષેત્ર થી માંડીને ઠેરઠેર થી શુભેચ્છા વરસી રહી છે.

Next Story