Connect Gujarat
ગુજરાત

અમદાવાદ - વડોદરા રેલ વિભાગમાં ટ્રેનોની સ્પીડમાં થશે વધારો

અમદાવાદ - વડોદરા રેલ વિભાગમાં ટ્રેનોની સ્પીડમાં થશે વધારો
X

મુંબઇ - નવી દિલ્હી રૃટ પર ટ્રેનોની ઝડપ વધારીને મુંબઇ - દિલ્હી વચ્ચેની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે આ વખતે રેલવે બજેટમાં વિશેષ જોગવાઇ કરાઇ છે. જેમાં ટ્રેનોને અમદાવાદ અને વડોદરા રેલવે વિભાગમાં 160 થી 200ની પ્રતિકલાકની સ્પીડે દોડાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. આ માટે વર્ષ 2018-19નાં રેલ બજેટમાં 11,188 કરોડ રૃપિયાની જોગવાઇ કરાઇ છે.

રેલ બજેટમાં આ વર્ષે પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ કરતા ગુજરાતને રેલ બજેટમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. વર્ષ 2018-19નાં રેલ બજેટમાં વિવિધ વિકાસ કાર્યો માટે પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ મહારાષ્ટ્રને 6,658 કરોડ રૃપિયા ફાળવાયા છે. જ્યારે ગુજરાતને માત્ર 4,809 કરોડ રૃપિયા જ અપાયા છે.

વર્ષ 2017-18નાં રેલ બજેટમાં પશ્ચિમ રેલવેમાં મહારાષ્ટ્રને 5,958 કરોડ અને ગુજરાતને 3,994 કરોડ રૃપિયા ફાળવાયા હતા. આમ રેલવેના વિકાસ કામોમાં આ વર્ષે પણ ગુજરાતને અન્યાય થયો હોવાની લાગણી રેલવેના મુસાફરો અનુભવી રહ્યા છે.

Next Story