Connect Gujarat
ગુજરાત

રાજકોટ રેલવેમાં મહિલાઓનો ડંકો, લોકો પાઇલોટ તરીકે દોડાવે છે ટ્રેન

રાજકોટ રેલવેમાં મહિલાઓનો ડંકો, લોકો પાઇલોટ તરીકે દોડાવે છે ટ્રેન
X

21મી સદીમાં મહિલાઓ હવે એકપણ ફિલ્ડમાં પાછળ નથી ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનમાં પણ હાલ બે મહિલા ટ્રેન લોકો પાઇલોટ તરીકે કામ કરે છે, અને રાજકોટ થી અનેક રૂટ પર ટ્રેન ચલાવે છે. નવાઈની બાબત તો એ છે કે આખા ગુજરાતમાં આ માત્ર બે જ મહિલા ટ્રેન એન્જીન પાઇલોટ છે. જેનું પશ્ચિમ રેલવેને પણ ગૌરવ છે.

ભાવના ગોમે અને સરિતા ખુશવાહ આમ તો પેહેલી નજરે સામાન્ય રેલવે કર્મચારી જ લાગે પરંતુ આ બંને મહિલા હકીકતમાં તો રેલવેનાં રાજકોટ ડિવિઝનનું ગૌરવ છે, કારણ કે આ બંને હાલ મહિલા લોકો પાઇલોટ તરીકે કામ કરે છે, અને તેઓ આખા ગુજરાતનાં માત્ર બે જ મહિલા લોકો પાઇલોટ છે.

સરિતા અને ભાવના હાલ રાજકોટ થી ઘણી એક્સપ્રેસ ટ્રેન એક રૂટ થી બીજા રૂટ પર ચલાવે છે.મૂળ મધ્ય પ્રદેશ ઉજ્જૈનનાં ભાવના ગોમે નાની ઉંમરનાં હતા ત્યારે જ ઘર પાસે થી ટ્રેન નીકળતી ત્યાર થી જ સ્વપ્ન જોતા હતા કે એક દિવસ ટ્રેન પાઇલોટ બનવુ હતુ અને આજે તેમનું સ્વપ્ન પૂરું થયુ છે.

રાજકોટ ડિવિઝનમાં જામનગર બેઇઝ છે અને અનેક રૂટ આસિસ્ટન્ટ લોકો પાઇલોટ તરીકે ફરાઝ બજાવે છે. તો સાથે સરિતા ખુશવાહને હમણા 7 વર્ષ પુરા થયા છે અને માલગાડી અને પેસેન્જર ટ્રેન બંને ચલાવવાનો અનુભવ ધરાવે છે.રેલવે જોઈન કર્યા બાદ બંનેએ રતલામ અને ત્યારબાદ ઉદયપુર ખાતે ટ્રેઇનિંગ લીધી હતી. અને રેલવેમાં જે નવી અપડેટ સિસ્ટમ આવે છે. તેની માહિતી અને ટ્રેઇનિંગ પણ મેળવતા જાય છે. અને આ બંને રાજકોટ વિરમગામ, રાજકોટ સોમનાથ, રાજકોટ ઓખા જેવી અનેક ટ્રેનમાં લોકો પાઇલોટ તરીકે ટ્રેન ચલાવી ચુક્યા છે.

એક બાજુ થી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલા સશક્તિકરણની વાત કરે છે, ત્યારે રેલવે મંત્રાલય પણ હવે મહિલાઓ ને પ્રોત્સાહિત કરી રહી છે. રાજકોટ ડિવિઝનલ મેનેજર પ્રભાકર નીનાવે પણ આ બંને મહિલા લોકો પાઇલોટની સિદ્ધિ થી ખુશ છે.

હાલ તો બંને લોકો પાઇલોટ પોતાની સિદ્ધિ થી ખુશ છે અને ભવિષ્યમાં રાજધાની કે શતાબ્દી ટ્રેનનાં પાઇલોટ બનવાની ખ્વાહિશ ધરાવે છે. પણ હાલ તો તેઓ રાજકોટ થી જતી અનેક પેસેન્જર ટ્રેન ચલાવી રહ્યા છે.

Next Story