Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં બાઇસિકલ ક્લબ દ્વારા તૃતીય સાઈકલોથોનનું કરાયુ સફળ આયોજન

અંકલેશ્વરમાં બાઇસિકલ ક્લબ દ્વારા તૃતીય સાઈકલોથોનનું  કરાયુ સફળ આયોજન
X

અંકલેશ્વર જીઆઇડીસીનાં બાઇસિકલ ક્લબ દ્વારા તૃતીય સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ઉત્સાહભેર સાઇકલવીરોએ ભાગ લઈને જનજાગૃતિ લાવવાનાં પ્રયાસો કર્યા હતા.

બાઇસિકલ ક્લબ તેમજ સામાજિક સંસ્થાઓનાં સહયોગ થી આયોજિત તૃતીય સાઇકલોથોન નો પ્રારંભ ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ અંકલેશ્વર જીઆઇડીસી જોગર્સપાર્ક ખાતે થી લાલ રિબીન કાપીને કરાવ્યો હતો.નાના બાળકો સહિત મહિલાઓ તેમજ વૃદ્ધોએ પણ આ સાઇક્લોથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ સતત ત્રીજા વર્ષે સાઇક્લોથોનનાં સફળ આયોજન બદલ બાઇસિકલ ક્લબની કામગીરીને બિરદાવી હતી.

જયારે ધારાસભ્ય દુષ્યંત પટેલે કનેક્ટ ગુજરાતને જણાવ્યુ હતુ કે લોકો સાઇકલનો ઉપયોગ નિયમિત પણે કરે અને પર્યાવરણની જાળવણી સહિત હેલ્થ પ્રત્યે પણ જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ સાઈક્લોથોન આયોજન બદલ બાઇસિકલ ક્લબ તેમજ સાઇકલવીરોને અભિનંદન પાઠવ્યા હતા.

તૃતીય સાઇક્લોથોનમાં અંદાજિત 1200 કરતા પણ વધુ રજિસ્ટ્રેશન નોંધાયા હતા.અને ઉત્સાહભેર સાઇકલવીરોએ ભાગ લઈને સેવ એનર્જી,તેમજ પર્યાવરણની જાળવણી ઉપરાંત સાઈકલિંગ થકી થતા ફાયદાઓ સંદર્ભે લોક જાગૃતતાનાં પ્રયાસો કર્યા હતા.

આ પ્રસંગે બાઇસિકલ ક્લબનાં નરેશ પુંજારાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન સાઇક્લોથોનમાં જોડાયને સાથ સહકાર આપવા બદલ સાઇકલવીરો સહિત સ્વૈચ્છીક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે વધુમાં વધુ લોકો પર્યાવરણની જાળવણી,તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે સાઇકલવીરોએ સંકલ્પ પણ લીધા હતા.

સાઇક્લોથોન પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ,નગર પાલિકાનાં કારોબારી ચેરમેન સંદિપ પટેલ,સહિત ઉદ્યોગ અગ્રણીઓ તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story