Connect Gujarat
દેશ

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને પાછળ છોડતી પ્રિયા પ્રકાશ

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને પાછળ છોડતી પ્રિયા પ્રકાશ
X

સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ મલયાલમ એક્ટ્રેસનો વીડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ લોકો આ વીડિયો જોઇને આ એક્ટ્રેસ વિશે જાણવા માંગે છે. આ વીડિયોમાં પ્રિયા આંખોનાં ઇશારાથી પ્રેમી સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગનો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલનાં છોકરાને આંખ થી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાઈન ડેનાં પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં પ્રિયા સ્ટૂડન્ટના રોલમાં છે. આ ફિલ્મ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે પરંતુ રીલિઝ અગાઉ જ ખૂબ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મ 3 માર્ચનાં રોજ ફિલ્મ રીલિઝ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાનાં વખાણ થઇ રહ્યા છે. તે કેરલનાં ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

આશ્ચર્ય જનક બાબત તો એ છે કે તાજેતરમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લરનાં ફોલોવર્સ કરતા પણ વધુ પ્રિયા પ્રકાશનાં ફોલોવર્સમાં ઉલ્લેખનીય વધારો થયો છે. અને માત્ર 24 કલાકમાં જ પ્રિયાનાં ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોવર્સ થયા છે.

આ ઉપરાંત પ્રિયાનાં ગીતનો વિડીયો પણ ઝડપી ગતિએ સોશિયલ મિડીયામાં વાયરલ બન્યો છે,અને તેના ચાહકોમાં તેની અદા ખુબજ આકર્ષક બની છે.

Next Story