Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ભણસાળીએ રણવીર દીપિકા સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી

ભણસાળીએ રણવીર દીપિકા સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી
X

ફિલ્મ પદ્માવતની બોક્સ ઓફિસ પરની સફળતા બાદ ફિલ્મમેકર સંજય લીલા ભણસાળીએ અભિનેતા રણવીરસિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ સાથે વધુ ત્રણ ફિલ્મો સાઇન કરી છે. આ બંનેની જોડી બી-ટાઉનમાં સૌથી ચર્ચિત તેમજ લોકપ્રિય જોડીઓમાંની એક છે.

અનેક ફિલ્મ મેકરો આ બંનેની જોડી લેવા ઉત્સુક છે પરંતુ આ બંને હંમેશા સૌથી પહેલી પસંદ ભણસાળીને જ આપતા હોય છે. રણવીર અને દીપિકા એકબીજાને પોતાના વિશેષ મિત્ર ગણાવે છે. તેમ છતાં બોલિવૂડમાં આ બંનેનાં લગ્નની ચર્ચાએ જોર પકડયુ છે. આ બંનેએ ભણસાળીને એક લાંબો સમય આપવો પડે એમ છે તેથી બંનેએ ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

Next Story