Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડસ વીસમી એપ્રિલે રિલીઝ થશે

ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડસ વીસમી એપ્રિલે રિલીઝ થશે
X

ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડસ ઇરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદીની પહેલી ભારતીય ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સ વિશ્વભરમાં વીસમી એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મથી શાહિદ કપૂરનો નાનો ભાઈ ઇશાન ખટ્ટર અને માલવિકા મોહનન બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે.

બિયોન્ડ ધ ક્લાઉડ્સ ભાઈ બહેનના સંબંધને દર્શાવતી ફિલ્મ છે. વિશ્વભરમાં આ ફિલ્મને સિંગલ વિન્ડો રિલીઝ મળે તે માટે ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરાઇ હોવાની વાત ઝી સ્ટુડિયોઝના વેપાર પ્રમુખ સુજોય કટીએ જણાવી હતી.

ફિલ્મને વિશ્વભરમાં એક જ દિવસે રિલીઝ કરવાની અમારી યોજના હોવાથી અમે રિલીઝ પાછી ઠેલી છે તેમ જ વીસમી એપ્રિલે આ ફિલ્મ એકસાથે ચાર હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે.

Next Story