Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પ્રથમવાર મહિલાની સંખ્યામાં ઘટાડો, 1000 પુરુષો સામે 854 મહિલા

ગુજરાતમાં પ્રથમવાર મહિલાની સંખ્યામાં ઘટાડો, 1000 પુરુષો સામે 854 મહિલા
X

દેશભરમાં પુરુષોની સામે મહિલાઓની સંખ્યા ચિંતાનજક રીતે ઘટી રહી છે. આ પ્રમાણ સૌથી ઝડપી ગુજરાતમાં ઘટી રહ્યું છે. આ માહિતી ખુદ સરકારનાં નીતિ આયોગ દ્વારા જ જારી કરવામાં આવી છે. ગુજરાત માટે સ્થિતિ વધુ ચિંતાનજક હોવાની આ રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે. જાતી પ્રમાણ પર સૌથી વધુ અસર 17 રાજ્યોમાં થઇ છે અને ગુજરાત તેમાં ટોચના સ્થાને છે.

રિપોર્ટ અનુસાર 17 રાજ્યોમાં 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યામાં 10 પોઇન્ટનો ઘટાડો થયો છે. જ્યારે ગુજરાતમાં આ પોઇન્ટ 53 પર પહોંચી ગયો છે. એટલે કે બાળકની સામે બાળકીની સંખ્યામાં મોટું અંતર સામે આવ્યું છે. જેમ કે ગુજરાતમાં 2012-14માં 1000 પુરુષોની સામે મહિલાઓની સંખ્યા 907 હતી, બાદમાં મહિલાઓની સંખ્યા ઝડપથી ઘટી અને2013-15માં 53 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. એનો મતલબ એમ થયો કે ગુજરાતમાં 907 પુરુષોની સામે માત્ર 854 મહિલાઓ છે.

પુરુષો સામે મહિલાઓની ઘટી રહેલી સંખ્યા મુદ્દે ગુજરાત બાદ અન્ય જે રાજ્યોમાં આ ઘટાડો જોવા મળ્યો છે. તેમાં હરિયાણા 35 પોઇન્ટ, રાજસ્થાન 32, ઉત્તરાખંડ 27, મહારાષ્ટ્ર 18, હિમાચલ પ્રદેશ 14, છત્તીસગઢ 12, કર્ણાટકા 11 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

આ માહિતી સરકારનાં હેલ્થી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. જેને નીતિ આયોગે જારી કર્યો છે. એવી પણ શક્યતાઓ છે કે સ્વતંત્ર ભારતમાં કદાચ પહેલી વખત ગુજરાતમાં 1000 પુરુષોની સામે મહિલાઓની સંખ્યા સૌથી તળીયે પહોંચી છે.

Next Story