Connect Gujarat
દેશ

દિલ્હીમાં પીએમ મોદીએ ભાજપની હાઈટેક ઓફિસનું કર્યુ ઉદ્દઘાટન

દિલ્હીમાં પીએમ મોદીએ ભાજપની હાઈટેક ઓફિસનું કર્યુ ઉદ્દઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિનદયાલ માર્ગ પર સ્થિત પાર્ટીની નવી ઓફિસનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ અવસર પર અધ્યક્ષ અમિત શાહ, સુષ્મા સ્વરાજ, પીયૂષ ગોયલ, લાલકૃષ્ણ અડવાણી સહિત અને મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કાર્યલયનું નિર્માણ સમય સીમામાં થયુ છે. આ કામ બજેટની વ્યવસ્થાથી નથી થતુ, આ ત્યારે થાય છે જ્યારે સપના હોય અને કામ કરવાનો જુસ્સો હોય ત્યારે સમય પર પૂર્ણ થાય છે. delhi bjp office opening

ભાજપની હવે નવી ઓફિસ 6, દિનદયાલ ઉપાધ્યાય માર્ગ નવી દિલ્લી રહેશે. ભાજપે 34 વર્ષ બાદ પોતાની ઓફિસ બદલશે. આ નવી ઓફિસને બનતા દોઢ વર્ષનો સમય લાગ્યો છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ પાર્ટીની હેડ ઓફિસ બહુમાળી બિલ્ડિંગમાં રહેશે, જેમાં ત્રણ બ્લોક હશે. આ બિલ્ડિંગ સાત માળની છે અને તેની આસપાસ બન્ને બિલ્ડિંગ ત્રણ ત્રણ માળની છે.

ભાજપની આ નવી ઓફિસ એક ચૂંટણી વોર રૂમ જેવી છે અને વાઈફાઈ સુવિધાથી સજ્જ છે. આખી ઓફિસ હાઈટેક બનાવવામાં આવી છે. આ ઓફિસ 8000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે. ઓફિસની બિલ્ડિંગમાં એક પાર્ક પણ છે અને બીજી બાજુ રેલવે ક્વાર્ટર છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાજપ અને જનસંઘના મહાપુરુષોની પ્રતિમા લગાવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ પ્રવક્તાઓનાં રૂમ પણ હશે.

બિલ્ડિંગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભાજપ અને જનસંઘનાં મહાપુરુષોની પ્રતિમા લગાવવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ પ્રવક્તાઓનાં રૂમ પણ હશે.

આ બિલ્ડિંગનાં ત્રીજા માળે ભાજપનાં અધ્યક્ષની ઓફિસ હશે. બીજા માળે પાર્ટીનાં અન્ય નેતા મહાસચિવ, સચિવ, ઉપાધ્યક્ષોની બેઠક વ્યવસ્થા હશે. મીડિયા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક હોલ બનાવાયો છે અને વક્તાઓ માટે પણ અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે.

પાર્ટીની ઓફિસમાં ખાવા પીવા માટે એક મોટી કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોટી લાઈબ્રેરી અને ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં પ્રવેશ માટે ત્રણ રસ્તા હશે, જેમાં એક ગેટ નેતા અને મીડિયા માટે રહશે. આ ઓફિસ જૂની ઓફિસ કરતા 4.7 કિમી દૂર છે.

Next Story