Connect Gujarat
લાઇફસ્ટાઇલ

સ્વરોની મલ્લિકા આશા ભોંસલેને યશ ચોપરા એવોર્ડ થી સન્માનિત કરાયા

સ્વરોની મલ્લિકા આશા ભોંસલેને યશ ચોપરા એવોર્ડ થી સન્માનિત કરાયા
X

વર્ષ 2018નો યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ થી સ્વરોની મલ્લિકા આશા ભોંસલેને નવાજવામાં આવી હતી. આશા તાઇને આ પુરસ્કાર પીઢ અભિનેત્રી રેખાનાં હસ્તે આપવામાં આવ્યો હતો.

સોશયલ મીડિયા પર આશા ભોંસલેનાં એવોર્ડની તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં રેખા આશા ભોંશલેનાં પગે પડતી દેખાઇ રહી છે. યશરાજનો આ પાંચમો પુરસ્કાર છે. જેમાં આશા ભોંસલેને નવાજવામાં આવ્યા છે.

આ પૂર્વે આ એવોર્ડ કોકિલકંઠી લતા મંગેશકર, રેખા, અમિતાભ બચ્ચન અને શાહરૃખ ખાનને આપવામાં આવ્યો છે. આશા ભોંશલેએ હિન્દી અને ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મમાં 16 હજાર થી પણ વધુ ગીતો ગાયા છે. આશાજીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ અંગ્રેજી અને રશિયાની ભાષામાં ઘણા ગીતો ગાયા છે.

Next Story