Connect Gujarat
દેશ

ટીમ ઈન્ડિયા આગામી સિઝનમાં 63 આંતરરાષ્ટ્રીય મેચો રમશે

ટીમ ઈન્ડિયા આગામી સિઝનમાં 63 આંતરરાષ્ટ્રીય મેચો રમશે
X

ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આગામી દિવસોમાં પણ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. ભારત આગામી સિઝનમાં હજુ 30 વન ડે, 12 ટેસ્ટ અને 21 ટી-20 રમશે. હાલની સિરિઝ પુરી થાય તે પછી ભારત શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે જંગ ખેલશે, જેમાં બાંગ્લાદેશ ત્રીજી ટીમ છે.

એપ્રિલમાં આઇપીએલ શરૃ થશે, જે પછી જુનમાં ભારત આયર્લેન્ડ સામે તેની ભૂમિ પર બે ટી-20 રમશે. તે જ મહિનામાં ભારત બેંગ્લોરમાં અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ રમશે, ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ જુલાઈમાં શરૃ થશે.

સપ્ટેમ્બર સુધીના પ્રવાસમાં ભારત પાંચ ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી-20 રમશે. આ પછી એશિયા કપ વન ડે રમાશેે, જેમાં કુલ નવ વન ડે હશે, પણ તેનો કાર્યક્રમ હજુ નક્કી નથી. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત ઘરઆંગણે વિન્ડિઝ સામે બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી-20 રમશે. જે પછી નવેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થશે, જ્યાં ચાર ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન ડે રમાશે.

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યથી ફેબુ્રઆરી સુધી યોજાશે, જેમાં ટીમો પાંચ વન ડે અને પાંચ ટી-20 રમશે. આ પછી 2019માં ફેબુ્રઆરીના આખરી તબક્કામાં ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસે આવશે અને પાંચ વન ડે અને બે ટી-20 રમશે. સિઝનના અંતમાં ઝિમ્બાબ્વે ભારતમાં ત્રણ ટી-20 રમશે.

Next Story