Connect Gujarat
બ્લોગ

નીરવ તે તો ગુજરાતી પરિવારમાં જેટલાનું નામ નીરવ છે એની ફોઈએ પેટ ભરીને તને ગાળો આપી હશે !

નીરવ તે તો ગુજરાતી પરિવારમાં જેટલાનું નામ નીરવ છે એની ફોઈએ પેટ ભરીને તને ગાળો આપી હશે !
X

ધી જહોન ગ્રીસમ ઓફ બેંકિંગ વોલ સ્ટ્રીટ જર્નલ રવિ સુબ્રમન્યમની બુક “ઈન ધ નેમ ઓફ ગૉડ” જેને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ન્યૂઝ પેપર રીવ્યુમાં “અ માસ્ટર ઓફ થ્રીલર્સ” લખ્યું. સાંપ્રત કૌભાંડ થયો એની સરખામણી છે. પેગ્વીન પ્રકાશિત પુસ્તક બેંગ્લોર IIMનો ભૂ.પૂ. વિદ્યાર્થી રવિ સુબ્રમન્યમ જેણે સતત બે વર્ષ સુધી ગ્લોબલ બેકિંગમાં સેવા આપી, ૮ પુસ્તકો લખ્યા, જેના નામ લખીશ એટલે આ બ્લોગ વાંચવો ફરજિયાત થઈ પડશે. “ઈફ ગોડ વૉઝ એ બેંકર” પુસ્તકને “ગોલ્ડન ક્વીલ રીડર્સ” ચોઈસ અવૉર્ડ મળ્યો ૨૦૦૮માં ઈકોનોમીસ્ટ ક્રોસ બુક અવૉર્ડ અને ૨૦૧૩માં “ધી ઈન્ક્રીડીબલ બેન્કર” અને “ધી બેન્કેસ્ટર” પુસ્તકને એવૉર્ડ મળ્યો.

મુંબઈમાં પત્ની ધારિણી, પુત્રી અનુષી સાથે રહે છે (બ્લોગ અને વેબસાઈટ લખી છે તે વધુ વિગતે વાંચી લેશો. www.ravisubramaniyam.in અને Email : info@ravisubramaniyam.in etc.) આ પુસ્તક અર્પણ કર્યુ. આ પુસ્તક વાંચીને મારા વાંચકોએ મને પ્રોત્સાહિત કર્યો તથા મારી પુત્રી અનુષી જેણે આ પુસ્તક આખું વાંચ્યુ.

આ સરકારમાં અને કાયદાઓની એજન્સીઓની મીલીભગતનું પરિણામ આવે છે. બેકિંગ સાથે લાખો-કરોડોની છેતરપિંડી કરી વિદેશ ભાગી જવું એમાં કેટલા નેટવર્ક સંકળાયેલા છે, જે માત્ર શરાબ, સુંદરી અને ગાંધીછાપ કડકડતી નોટોથી ખરીદી શકાય છે.

“ઈન ધ નેમ ઓફ ગોડ”નો હિરો નીરવ ચોકસી છે એનો બિઝનેશ ડાયમંડ જવૅલરીનો છે. હાલમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીનાએ પંજાબ નેશનલ બેંકનું કરોડોનું ઉઠમણું કર્યું એ ષડયંત્ર આ વાર્તા સાથે એટલું બંધ બેસતું આવે છે કે એમ જ લાગે નીરવ મોદીને આ પુસ્તકનો પ્લોટ જાણી પ્રેરણા મળી હશે. નીરવ મોદી નૌ દો ગ્યારાહ થયો તેની આસપાસ લલનાઓ, ફિલ્મસ્ટાર ઘૂમતા હતા. બેંક ક્રેડિટ, ફોરેનની લેન્ડિંગ, ગેરેંટી મેળવવામાં પ્રમાણિક બિઝનેસમેન, ઈન્ડસ્ટ્રીઝનું એક ડિપાર્ટમેન્ટ કામ કરતું હતું. સેંકડો ડોક્યુમેન્ટસ, એનું તબક્કાવાર વેરીફીકેશન થતું હોય છે, સાત વર્ષે બેંકને ખબર પડે કે આતો નાહી નાખ્યું ? સંડોવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, સીબીઆઈ ઉલટ તપાસ આદરે, સર્ચ કમિટી નીમાય, ફુલેકું ફેરવનાર વિદેશમાં લીલાલહેર કરે, કોલર ઊંચા રાખીને કહે છ મહિના આપો પાઈ એ પાઈ ચૂકવી દઈશ. મેરા ભારત મહાન અને સાઈનીંગ ઈન્ડિયા ઝીંદાબાદ.

અંતે “નીરવ”ની રાશિ વૃશ્ચિક છે. વીંછી એનું સિમ્બોલ. જે ગુજરાતી, હિન્દી અને મરાઠી પરિવારોની ફોઈએ “નીરવ” નામ પાડ્યું હશે એ દેશ છોડી ભાગી ગયેલા નીરવને મનોમન કહેતી હશે ? “નીરવડા તે તો મેં પાડેલું નામ પાણીમાં બોળ્યું.”

Next Story