Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં મહિલાઓને મારમારીને ઇજા પહોંચાડનાર બિલ્ડરોને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અંકલેશ્વરમાં મહિલાઓને મારમારીને ઇજા પહોંચાડનાર બિલ્ડરોને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
X

અંકલેશ્વર જીઆઈડીસીમાં અંજની ફ્લેટસમાં રહેતી મહિલાઓએ પાણી બાબતે બિલ્ડરને રજૂઆત કરી હતી, અને આ ફરિયાદને પગલે ઉશ્કેરાય ગયેલા બિલ્ડરોએ મહિલાઓ ને મારમારી ઇજા પહોંચાડી હતી, જે કેસમાં જવાબદાર બિલ્ડરોને કોર્ટે ત્રણ વર્ષની સજા અને રોકડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.આ ઘટના ત્રણ વર્ષ અગાઉ બની હતી.

સમગ્ર કેસ અંગે જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અંજની ફ્લેટસમાં ફ્લેટ ધારકો લીનાબેન વ્રજલાલ મહેતા તથા અન્ય રહિશ મહિલાઓ તેમના ફ્લેટમાં પાણી ન આવતુ હોવાથી બિલ્ડરની ઓફિસે રજુઆત કરવા માટે ગયા હતા. ત્યારે બિલ્ડરનો દિકરો રાજભાઈ ઉર્ફે રાજેશભાઈ રહે. પરમ રો હાઉસ, અડાજણ સુરત તથા અલ્પેશભાઈ કાંન્તિભાઈ વેકરીયા ડી–2 સુંદરમ એપાર્ટમેન્ટ, તા. અંકલેશ્વર, સંદિપભાઈ વિનુભાઈ રહે. દહેસર 502, વસંત એવન્યુ, મુંબઈ તથા નિખિલકુમાર જુની કોલોની વાલીયા ચોકડી, આરબીએલ અંકલેશ્વરનાં ઓ એ એક બીજાની મદદગારી કરી ફરિયાદી મહિલાને ઘુટણનાં ભાગે લાત મારતા ગંભીર ઈજા પહોંચાડી હતી. તે વખતે આ આરોપીઓએ અન્ય મહિલાઓ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો પણ માર માર્યો હતો.

જે ઘટના અંગે તારીખ 09 / 08 / 2014નાં રોજ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ કરી આરોપીઓ વિરુધ્ધ ચાર્જસીટ રજુ થતા આ કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકાર તરફે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર ધર્મેન્દ્રસિંહ રણાની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને ઈ.પી.કોની કલમ 323 તથા 324 અને 114 મુજબ તકસીરવાન ઠરાવી અદાલતે સ્વેચ્છાપુર્વક સામાન્ય ઈજા પહોંચાડવા તથા મદદગારી કરવા માટે એક વર્ષની સાદી કેદની સજા તથા બે હજાર રૂપીયાનો દંડ તથા મહિલાને ગંભીર ઈજા પહોંચાડી અને મદદગારી કરવા માટે પ્રત્યેકને બે વર્ષની સાદી કેદની સજા તથા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરનાં ઔદ્યોગિક વિસ્તારમાં રેસીડેન્સીયલ તથા કોમર્સીયલ બાંધકામોમાં લોભામણી સ્કીમ તથા સવલતોની ખાતરી આપીને છેતરપીંડી કરતા અને રહિશોને હેરાન કરનારા બિલ્ડરો માટે ચેતવણીરૂપ ચૂકાદો કોર્ટે આપ્યો હતો.

Next Story