Connect Gujarat
દેશ

PNBનાં કરોડનાં કૌભાંડમાં નિરવ મોદીનાં પત્રથી બેન્કની મુશ્કેલી વધી

PNBનાં કરોડનાં કૌભાંડમાં નિરવ મોદીનાં પત્રથી  બેન્કની મુશ્કેલી વધી
X

PNB કૌભાંડનાં માસ્ટર માઈન્ડ નિરવ મોદીએ આ મામલે પંજાબ નેશનલ બેંકનાં મેનેજમેન્ટને એક પત્ર લખ્યો છે. પત્રમાં કહ્યું કે પંજાબ નેશનલ બેંકે આ મુદ્દાને સાર્વજનિક કરીને રકમ ચૂકવવાનાં તમામ રસ્તાઓ બંધ કરી દિધા છે. આ સાથે જ દાવો કર્યો કે PNB જે રકમ જણાવી રહ્યું છે, તે રકમ વધારીને કહેવામાં આવી છે. નિરવ મોદીએ બેંક મેનેજમેન્ટને લખેલા પત્રમાં લખ્યું મે પોતાના ઈરાદાઓ વિશે જણાવી દિધુ છે. પત્રમાં નિરવ મોદીએ કહ્યું તેની પાસે 5 હજાર કરોડ રૂપિયા કરતા પણ ઓછી વસુલી છે.

બેંક મેનેજમેન્ટને લખેલા પત્રમાં નિરવ મોદીએ કહ્યું આ મામલે જાણકારી સાવર્જનિક કર્યા બાદ મારી કંપનીઓની વિરૂદ્ધમાં દરોડા અને સંપત્તિ જપ્ત કરવાનુ શરૂ થયું છે. જેના કારણે બેંકોને રકમ ચૂકવવાની મારી ક્ષમતા ખત્મ થઈ ગઈ છે. બેંકની આ કાર્યવાહીએ મારી બ્રાંડ અને મારો ધંધો ચોપટ કર્યો છે, જેના કારણે હવે લેણી રકમ વસુલ કરવાની બેંકની ક્ષમતા બંધ થઈ ગઈ છે.

બેંકને લખેલા આ પત્રમાં નિરવ મોદીએ બેંકના અધિકારીઓ સાથે પોતાના પ્રતિનિધિઓની વાતચીતનો પણ હવાલો આપ્યો છે. આ સાથે જ 13 અને 15 ફેબ્રુઆરીના મોકલવામાં આવેલા પોતાના ઈમેઈલની પણ જાણકારી આપી છે. નિરવ મોદીએ આ કૌભાંડ બહાર આવે તે પહેલા જ પરિવાર સાથે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દેશ છોડી દિધો હતો.

Next Story