Connect Gujarat
ગુજરાત

ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમા ગેરકાયદે બાંધકામ કરેલા મકાનો તોડી પાડવામા આવ્યા

ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમા ગેરકાયદે બાંધકામ કરેલા મકાનો તોડી પાડવામા આવ્યા
X

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાકાઠા વિસ્તારમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર મકાનો તોડી પડવાની કાર્યવાહી મનપાએ હાથ ધરી હતી. બે દિવસ અગાવ વરરાજા દ્વારા મનપા અને પોલીસ કમિશ્નરને એમએલએ અરવિંદ રૈયાણી વિરુદ્ધ રજુવાત કરી હતી તો બીજી તરફ સામાકાઠે ગેરકાયદેસર મકાનો ખડકાયા હોવાની ફરિયાદ મળતા અંતે મનપા હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના સામાકાઠા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં મનપા એ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખની છે કે અરવિદ રૈયાણી એમએલએ બન્યા બાદ અનેક વખત વિવાદોમાં આવી ચુક્યા છે ત્યારે મનપાએ પણ હવે ફરિયાદોને આધારે કાયવાહી હાથ ધરી છે. શહેરના ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, પેડક રોડ પર અલગ અલગ છ જેટલા સૂચિત મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

જે રીતે શહેરમાં સામાકાઠે સૌથી વધુ ગેરકાયદેસર મકાનો અને કોમર્શીયલ બાંધકામો બની રહ્યા છે તેને જોતા હવે મનપાએ પણ લાલ આંખ કરી છે. સામાકાઠાના વિસ્તારમાં પંદર દિવસ અગાવ પણ અલગ અલગ દુકાનોને પણ તોડી પાડવામાં આવી હતી તો બીજી તરફ બે દિવસ અગાવ જે રીતે એક વરરાજા અને જાનૈયા મ્યુનીસીપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નરને એમએલએ વિરુદ્ધ ફરિયાદ કરી હતી જે બાદ હવે મનપાએ પણ ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરી છે જોકે મનપા આ કાર્યવાહીને રૂટીન કાર્યવાહી ગણાવી રહી છે. મનપા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને વિજીલન્સની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી.

Next Story