Connect Gujarat
ગુજરાત

ભરૂચ માં મંદિર સામે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતો વ્યક્તિ પકડાયો - નિહાળો લાઈવ દ્રશ્યો

ભરૂચ માં મંદિર સામે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતો વ્યક્તિ પકડાયો - નિહાળો લાઈવ દ્રશ્યો
X

ભરૂચ ના મક્તમપુર ખાતે ની સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતા હોવાની શંકા એ એક શખ્સ ને સ્થાનિકો એ રંગે હાથ ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ ને સોંપ્યો હતો

છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના મક્તમપુર વિસ્તાર માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની ગાડીઓ માંથી રોકડ સહીત સામાન ની ચોરી ઓ અંગે ની ઘટના બાબતે અવાર નવાર ફરીયાદો ઉઠવા પામી હતી જે બાબત ને ધ્યાન ઉપર લઇ મંદિર ના કરતા હર્તા ઓએ મંદિર ના અગત્ય ના સ્થાનો ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા .........

જેમાં ગત રોજ સાંજ ના સમયે સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલા વાહનો નજીક શંકાસ્પદ રીતે હિલ ચાલ કરી ચોરી નો પ્રયાસ કરતા શખ્સ ને મંદિર ના ટ્રસ્ટીઓ એ ભરૂચ ના બાવડી નજીક ના વિસ્તાર માં રહેતા એજાજ ગુલામ મલેક નામ ના યુવક ને રંગે હાથ ઝડપી પાડી ભરૂચ શહેર પોલીસ મથક ખાતે લઇ જઇ પોલીસ ને સોંપતા સી ડિવિઝન પોલીસે યુવક ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.........

અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર પાસે આ શખ્સ રીક્ષા લઇ ને પ્રવેશ કરે છે અને મંદિર પાસે પાર્ક કરેલા વાહનો ની ડિક્કી તોડી સામાન ની ચોરી કરતો હોવાની સમગ્ર ઘટના મંદિર સંચાલકો દ્વારા લગાવયેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેના આધારે સ્થાનિકો એ યુવાન ને ઝડપી પાડી બનાવ અંગે ની તેની તમામ હરકત અને હિલ ચાલ ના આધારે સી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી...........

Next Story