Connect Gujarat
ગુજરાત

સુરતમાં જ્વેલર્સના શોરૂમમાં આઈટીના દરોડા

સુરતમાં જ્વેલર્સના શોરૂમમાં આઈટીના દરોડા
X

સુરતના શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આઈટીના અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવતાં અન્ય જવેલર્સમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

શાહ વીરચંદ ગોવનજી જ્વેલરીનો શો રૂમ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલો છે. જ્યાં આઈટીના અધિકારીઓ તપાસ શરૂ કરી છે. આ સાથે જ શાહ વીરચંદ ગોવનજીના વાપી, વલસાડ સહિતના શો રૂમમાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં ચાર જેટલા અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વખતે આઈટીના અધિકારીઓએ એસઆરપીના કાફલાના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી.કંસારા શેરીમાં ગીતાંજલી કસન્સલટિંગનું કામ કરતી ઓફિસમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં કુલ 3 સ્થળ ઉપર ઈડીની રેડ છે. જેમાંથી નિરવ મોદીને લગતાં સાહિત્યની તપાસ ઈડીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં અધિકારીઓને વધુ દસ્તાવેજો અને સાહિત્ય સહિતની વસ્તુઓ અને વ્યવહારો મળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ જેવા શહેરોમાં બ્રાન્ડેડ ગણાતા શાહ વીરચંદ ગોવનજીએ એકાદ વર્ષ અગાઉ સુરત શહેરમાં પોતાના નવા શો રૂમની શરૂઆત કરી હતી. ત્રણ પેઢીથી દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા શાહ પરિવારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં શરૂ કરેલા દાગીનાના શો રૂમનું ઉદઘાટન કરવા માટે બોલીવુડની એક્ટ્રેસ દિયા મર્ઝા આવી હતી.

Next Story