ઉશ્કેરાયેલા લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો હતો. જોકે, એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.

દાહોદના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામમાં શંકાના આધારે બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જેના કારણે એક યુવકનું મોત થયું છે.

ઉલ્લેખનિય છે કે ગામમાં મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદે આવેલા બે યુવકોને લોકોએ પકડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો હતો. આમ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકો પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બંને યુવકો બે દિવસ પહેલા જ ચોરીના ગુનામાંથી જેલમાંથી બહાર આવ્યા હતા.

આ બંને આરોપીઓ ઝાદોલ તાલુકાના ગામ કાળીમોહવડી ગામમાં ગઇ કાલે શનિવારે ચોરી કરવાના ઇરાદે ગયા હતા. જોકે ગામ લોકોની સતર્કતાથી બંને લોકો ઝડપાયા હતા.ઉશ્કેરાયેલા લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો હતો. જોકે, એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં યુવકની સારવાર ચાલી રહી છે જેની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

લીમડી પોલીસે મૃતદેહને લીમડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે સાથે લીમડી પોલીસે આશરે ૧૦૦ જેટલા અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, આ બંને યુવકો લૂંટ ચોરી ધાડ જેવા ગુનાઓની સજા કાપી રહ્યા હતા. તેઓ બે-ચાર દિવસ પહેલા જ જામીન ઉપર છૂટ્યા હતા. મૃતક ધાનપુરના ઉંડાર ગામનો હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘાયલ દાહોદના ખજૂરીયા ગામનો હોવાની ઓળખ થઇ છે.