Connect Gujarat
દેશ

2019 ક્રિકેટ વર્લ્ડકપમાં ઔસ્ટ્રેલિયા સામે લડાયક સદી ફટકારનાર ધવન થયો ઇજાગ્રસ્ત

2019 ક્રિકેટ વર્લ્ડકપમાં ઔસ્ટ્રેલિયા સામે લડાયક સદી ફટકારનાર ધવન થયો ઇજાગ્રસ્ત
X

2019 ક્રિકેટ વર્લ્ડ કપ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેવામાં ભારત માટે માથા સમાચાર આવ્યા છે. 09 તારીખનાં રોજ ઔસ્ટ્રેલિયા સામે યોજાયેલ મેચમાં ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો. મેચમાં ભારત માટે ઓપનિંગ બેટિંગ કરી રહેલા શિખર ધવન અને રોહિત શર્માએ શાનદાર બલ્લેબાજી કરી સદી ફટકારી હતી. આ મેચમાં ભારતે 36 રનથી જીત મેળવી હતી.

દરમિયાન ભારત માટે ઓપનિંગ કરી રહેલા શિખર ધવનને અંગૂઠામાં ઇજા પહોંચતા ટુર્નામેંટની બહાર થઈ શકે છે. ત્યારે વર્લ્ડ કપ જીત માટે સૌથી દાવેદાર માણતી ભારતીય ટિમ તેમજ ક્રિકેટ પ્રેમીઓ અને શિખર ધવનના પ્રશાંશકો માટે નિરાશાજંક સમાચાર આવી રહ્યા છે. શિખર ધવનને અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. જેથી હાથના અંગૂઠા માં ઇજા પહોંચી હતી. ઇજા બાદ તપાસમાં શિખરના અંગુઠામાં ફ્રેક્ચર થયું હોવાનું માલૂમ પડ્યું હતું. શંકા છે કે, આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે.ધવનને હાથમાં ઈજા થઈ હોવા છતા તેણે 109 બોલમાં 117 રન કર્યા હતા. અને મેચ જિતાડવામાં મહત્વનુ યોગદાન આપ્યું હતું. હાલ ધવનની ફિઝિયોથેરેપિસ્ટ પૈટ્રિક ફરહાર્ટની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. ભારતની આગામી મેચ હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.

Next Story