આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. હવે ભારત 2022માં વિશ્વના 20 તાકતવર દેશોના સમૂહ જી-20 નું આયોજન કરશે. 2022માં ભારતની આઝાદીની 75 વર્ષ પૂરા થવાના છે. મોદી સરકારે 2022માં ‘ન્યૂ ઇન્ડિયા’નું સૂત્ર પણ આપ્યું છે. તેવામાં આ મહત્વપૂર્ણ સમૂહની બેઠકનું આયોજન કરવું તે ભારત માટે એક મોટી સફળતા છે.

વર્ષ 2022માં ઇટલીમાં જી-20 સંમેલન યોજાવાનું હતું. આ સમિટમાં પી.એમ. મોદીએ જણાવ્યું કે તેમણે ઇટલીથી વિનંતી કરી હતી કે તેઓ 2021માં આ સંમેલનનું આયોજન કરે જેથી 2022ની તક ભારતને મળી શકે. પીએમ મોદીએ જણાવ્યું કે ઇટલી સહિત બીજા દેશો પણ તેના પર રાજી થયા છે.

મોદીએ આ અંગેની મંજૂરી મળ્યા બાદ ઇટલીનો આભાર માન્યો હતો અને જી-20 સમૂહના નેતાઓને 2022માં ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે હું આભારી છું અને 2022માં વિશ્વભરની લીડરશિપને મને ભારત આવવા આમંત્રિત કરૂં છું.

ઘોષણા પછી તેમણે ટ્વીટ કર્યું કે વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. આ વિશિષ્ટ વર્ષમાં, ભારત જી-20 શિખર સમ્મેલનમાં વિશ્વનું સ્વાગત કરવાની આશા રાખે છે. વિશ્વની સૌથી ઝડપથી ઉભરતી સૌથી મોટી અર્થતંત્ર ભારતમાં આવો. ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધતા વિશે જાણો અને ભારતના ગર્મજોષી ભર્યા આતિથ્યનો અનુભવ લો. ઉલ્લેખનીય છે કે ‘જી-20’ વિશ્વની 20 મુખ્ય અર્થતંત્રનો એક સમૂહ છે. આ સંમેલન આ વખતે આર્જેન્ટિનાના બ્યુનો આયર્સમાં આયોજિત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંમેલનમાં ભાગ લીધા બાદ પરત દિલ્હી આવી પહોંચ્યા છે.

LEAVE A REPLY