આગામી 22 મી ફેબ્રુઆરીએ કોમેડી ગુજરાતી ફિલ્મ માય ડિયર બબૂચક રિલિજ થશે.માય ડિયર બબૂચક ની ટીમ એ આજે કન્નેક્ટ ગુજરાત ની મુલાકાત લીધી હતી.

ફિલ્મ ની ખાસિયત ની વાત કરીએ તો આ ફિલ્મ માં ગામડું અને શહેર ની લાગણી અને વાતો ને આવરી લેવામાં આવી છે અને એમાં હાસ્ય ની સાથે પ્રેમ રસ પણ પીરસવામાં આવશે એક ગામડા ના છોકરા નું જીવન અને હાલ માં ચાલી રહેલા પૈસા પ્રત્યેના  પ્રેમ ને આ ચિત્રપટ માં આવરી લેવાંમાં આવ્યું છે પ્રિન્સ પાર્થ ફિલ્મ ના બેનર હેઠળ નિર્માતા શૈલેષ શાહ જેમણે 19 ગુજરાતી ફિલ્મો બનાવી છે અને નિર્દેશક દુષ્યંત વી પટેલ ના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ માં મુખ્ય કલાકાર તરીકે રવિ ઓમ પ્રકાશ રાવ (બકો) અને હિરોઈન તરીકે વિધિ શાહ અને આરતી ભાવસાર મુખ્ય ભૂમિકા માં દેખાશે આગામી 22 મી ફેબ્રુઆરીએ આ ફિલ્મ નજીક ના સિનેમા ઘરો અને મલ્ટિપ્લેક્ષ માં દેખાશે

LEAVE A REPLY