Connect Gujarat
Featured

24 જાન્યુઆરી 2021ના રવિવારે છે પુત્રદા એકાદશી; જાણો મહત્વ

24 જાન્યુઆરી 2021ના રવિવારે છે પુત્રદા એકાદશી; જાણો મહત્વ
X

સનાતન ધર્મની અંદર એકાદશીનું ખૂબ જ અનેરૂ મહત્વ હોય છે. એક વર્ષની અંદર કુલ 24 એકાદશી આવે છે અને તે પ્રત્યેક એકાદશી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે આ વખતે પોષ સુદ અગિયારસના દિવસે પુત્રદા એકાદશી આવે છે જે રવિવારના દિવસે રહેશે. એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોવાથી ખાસ કરીને વૈષ્ણવો એકાદશીનું વ્રત અવશ્યપણે કરતા હોય છે.

એક વર્ષની અંદર ચોવીસ એકાદશીઓ હોય છે પરંતુ જ્યારે અધિક માસ આવે ત્યારે બે એકાદશી વધી જાય છે એટલે કુલ 26 એકાદશી એ વર્ષની અંદર આવે છે. આ વખતે એ બે અગિયારસ વધારાની છે. તેમાંથી આ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે પોષ મહિના અને શ્રાવણ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશીને ગણવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જે કોઈને પણ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો તે આ પુત્રદા એકાદશીનો ઉત્તમ વ્રત કરે છે તો તે તેને ફળદાયી નીવડે છે માટે સંતાનસુખ માટે દંપત્તિઓ આ દિવસે ચોક્કસપણે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરે છે અને તેની કથા શ્રવણ કરે છે.

પુત્રદા એકાદશીના દિવસે દાનનો પણ મહત્વ રહેલું હોય છે તે દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન તેમના કોઈ સ્તોત્ર કે તેમના કોઈ મંત્રનો પાઠ કરવાથી મનુષ્યને અવશ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

પુત્રદા એકાદશીની પૂજા વિધિ

  1. વહેલી સવારે ઉઠીને સ્નાન કરો.
  2. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો.
  3. ભગવાન વિષ્ણુને પવિત્ર જળથી સ્નાન કરાવો.
  4. પછી ભગવાન વિષ્ણુને ફૂલો અર્પણ કરો અને તેની સામે ઘીનો દીવો કરો .
  5. તે પછી, સાચા અને સાફ મનથી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો.
  6. . ભગવાન વિષ્ણુને ધૂપ, દીવો અને ભોગ ચઢાવો.
  7. આ પછી ભગવાન વિષ્ણુની આરતી કરો. ॐ गोविन्दाय, माधवाय नारायणाय नम.. આ મંત્રનો 108 વાર જાપ કરો.
  8. સાંજે કથા પાઠ વાંચો.

પુત્રદા એકાદશીની કથા

Next Story