Connect Gujarat

29 ઓગષ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

29 ઓગષ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) : આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

મિથુન (ક,છ,ઘ) : વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. આજે કોઈક તમારા વખાણ કરશે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે.

કર્ક (ડ,હ) : સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

સિંહ : સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિન્ક અંગે સાવચેત રહેજો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. તાણભર્યો સમય પ્રર્વતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

તુલા (ર,ત) : તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

વૃશ્વિક (ન,ય) : તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

ધન (ભ,ફ,ધ,ઢ) : એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

મકર (ખ,જ) : શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

કુંભ (,શ,સ,ષ) : તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે.

મીન (દ,ઝ,ચ,થ) : તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

Next Story