Connect Gujarat
Featured

ટ્રમ્પે કરી જાહેરાત, કોરોના મૃતકોના માનમાં અમેરિકામાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક

ટ્રમ્પે કરી જાહેરાત, કોરોના મૃતકોના માનમાં અમેરિકામાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક
X

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જાહેરાત કરી કે, કોરોના વાઈરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં આગામી ત્રણ દિવસ અમેરિકન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે, હું આગામી ત્રણ દિવસ સુધી તમામ કેન્દ્રીય ઈમારતો અને રાષ્ટ્રીય સ્મારકો પર ધ્વજને અડધી કાઠીએ ફરકાવાનો આદેશ કરૂ છું. કોરોના વાઈરસમાં ભોગ બનેલા લોકોની યાદમાં 3 દિવસ અમેરિકામાં રાષ્ટ્રીય શોક અંતર્ગત આવું કરવામાં આવશે છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના આંકડા અનુસાર અમેરિકામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 15,75,064 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 94,591 પર પહોંચી ગયો છે. અન્ય એક ટ્વિટમાં ટ્રમ્પે જણાવ્યું કે, સોમવારે આપણા દેશ માટે બલિદાન આપનારા નાગરિકોના સન્માનમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

હિલના એક અહેવાલ અનુસાર સ્પીકર નેન્સી પેલોસી(ડી-કેલિફ) અને સેનેટ માયનોરિટિ નેતા ચાર્લ્સ શુમેરે અગાઉ ગુરૂવારે ટ્રમ્પને વિનંતી કરી હતી કે, જો મૃત્યુઆંક એક લાખ થઈ જાય તો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવવો જોઈએ. લોકશાહી નેતાઓએ લખ્યું, આ દુ:ખની રાષ્ટ્રીય અભિવ્યક્તિ હશે, જે આપણા દેશના દરેક નાગરિકો માટે જરૂરી છે.

Next Story