Connect Gujarat
Featured

ભારતમાં ત્રણ નવા સ્માર્ટ ટીવી લોન્ચ થયાં; જાણો કેટલા છે દમદાર, કિંમત 30 હજારથી ઓછી

ભારતમાં ત્રણ નવા સ્માર્ટ ટીવી લોન્ચ થયાં; જાણો કેટલા છે દમદાર, કિંમત 30 હજારથી ઓછી
X

જો તમે નવા સ્માર્ટ ટીવી ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે બજારમાં ઘણા વિકલ્પો છે. તાજેતરમાં એમેઝોને એમેઝોન બેસિકસ ફાયર ટીવી લોન્ચ કર્યું છે, જેની કિંમત લગભગ 30 હજાર રૂપિયા છે. આ ટીવીમાં ઘણા સારા ફીચર્સ જોવા મળે છે. આ સિવાય ડાઈવા અને હુવાઈના સ્માર્ટ ટીવી પણ માર્કેટમાં ખરીદી શકાય છે. આજે અમે તમને AmazonBasics Fire TV, Daiwa D43QFS Smart TV और Huawei Smart Screen S Pro 75 ના ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમને નવું સ્માર્ટ ટીવી ખરીદવું સરળ બનશે.

AmazonBasics Fire TV

એમેઝોને તેનું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે, જેનું નામ એમેઝોનબેસિક્સ ફાયર ટીવી છે. આમાં તમને 4K અલ્ટ્રા એચડી (3840 × 2160) પિક્સેલ્સનું ડિસ્પ્લે મળશે. આમાં તમને 3 HDMI અને 2 USB પોર્ટ મળે છે. તમને 20 વોટનો સાઉન્ડ સપોર્ટ પણ મળશે. એમેઝોનબેસિક્સ 2 સાઈઝમાં લોંચા કરવામાં આવ્યું છે, 50 ઇંચ (AB50U20PS) અને 55 ઇંચ (AB55U20PS)માં લોન્ચ કરવામાં આવ્યું.

બંનેમાં ડોલ્બી વિઝન અને ડોલ્બી એટોમસ ફોર્મેટ્સ મળે છે. ક્વાડ કોર એમેલોજિક પ્રોસેસર આપવામાં આવ્યું છે અને બંનેનો વ્યૂ એંગલ 178 ડિગ્રી છે અને તેમનો ડિસ્પ્લે 60Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે. તમે તેને એમેઝોન અથવા ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. જેની કિંમત આશરે 30000 રૂપિયા છે.

Daiwa D43QFS Smart TV

આમાં તમને 43 ઇંચ (1920 × 1080) પિક્સેલ ફુલ એચડી ડિસ્પ્લે મળશે. ક્વાડ કોર A-53 નો પ્રોસેસર મળે છે. 1GB રેમ, 8GB રેમ ની ક્ષમતા છે. 3 HDMI અને 2 USB પોર્ટ ઉપલબ્ધ છે. 20 RMS સાઉન્ડ સપોર્ટ સાથે બોક્સમાં 2 સ્પીકર્સ છે. આમાં ગ્રાહકોને 60Hzનો એક રિફ્રેશ રેટ મળે છે. ડિઝની+ હોટસ્ટાર, વૂટ, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, યુટ્યુબ અને વધુ એપ્લિકેશનોને સપોર્ટ કરે છે. તમે તેને એમેઝોન અથવા ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો, જેની કિંમત આશરે 25000 રૂપિયા છે.

Huawei Smart Screen S Pro 75

હુવાઈએ તેની અદભૂત સ્માર્ટ સ્ક્રીન LED TV લોન્ચ કરી છે. જેમાં તમને 75 ઇંચ (3840 × 2160) પિક્સેલ ફુલ એચડી ડિસ્પ્લે મળશે. 4K નો રિસોલ્યુશન મળશે. Honghu સ્માર્ટ ચિપ ક્વાડ કોર પ્રોસેસર છે. આની સાથે Mali-G51 Mp4 નું ગ્રાફિક પ્રોસેસર્સ ઉપલબ્ધ છે. Harmony OSની ઓપરેટિંગ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. 3GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા મળે છે. ઝડપી અને સરળ મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. 3 HDMI અને 2 USB, અને SPDIF,RJ45 પોર્ટ મળે છે.

તેમાં WiFi અને બ્લૂટૂથ સપોર્ટેડ છે. 2.4Ghz વાઇફાઇ સ્પીડ મળી જાય છે, જે 5Ghz સુધી સપોર્ટ કરી શકે છે અને 4 સ્પીકરો સાથે 40 વોટનો સ્પીકર આઉટપુટ સાઉન્ડ છે. આમાં 165Hz નો રિફ્રેશ રેટ જોવા મળે છે. 180 ડિગ્રીનો વ્યૂ એંગલ મળે છે.

Next Story