Connect Gujarat

રાજયમાં કોરોના વાયરસના ચાર નવા કેસ, આખા ગુજરાતને કરાયું લોક ડાઉન

રાજયમાં કોરોના વાયરસના ચાર નવા કેસ, આખા ગુજરાતને કરાયું લોક ડાઉન
X

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ એ પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવે જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે વિદેશથી આવેલા 27 હજાર જેટેલા લોકોનો સ્ક્રિનિંગ કર્યું છે. આ ઉપરાંત ડોમેસ્ટિક એરપોર્ટ પર એક શહેરમાંથી બીજા શહેરમાં આવેલા લોકો કે રોડથી બીજા શહેરમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ કર્યું છે. એરપોર્ટ પરથી આવેલા લોકોની માહિતી ભારત સરકાર પાસેથી મેળવીને તેમનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે. અત્યાર સુધી 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. સર્વે કરાયેલા લોકોમાં વિદેશથી આવેલા કે એરપોર્ટ પરથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો કે તેમની આસપાસ રહેતા લોકોનો સમાવેશ થાય છે.

આરોગ્ય સચિવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મંગળવાર સુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચારનો ઉમેરો થયો છે. જેમાં સુરતનો બે નવા કેસ અને ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં બે પુરુષનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી એક વ્યક્તિ દુબઇથી પરત આવ્યો હતો. ગાંધીનગરમાં એક પુરુષ અને એક સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે કે દુબઇથી પરત આવ્યા સિવાયના ત્રણેય દર્દીઓ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતાં.

આરોગ્ય સચિવના કહેવા પ્રમાણે ચાર શહેરમાં ચાર કૉવિડ હૉસ્પિટલ બેથી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. આ માટે તડામાર કામગીરી ચાલી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર અને રાજકોટ માટે ચાર અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

Next Story
Share it