Connect Gujarat
Featured

ભારતની ચીન પર બીજી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, વધુ 47 ચાઈનીઝ એપ્સ પર બેન

ભારતની ચીન પર બીજી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, વધુ 47 ચાઈનીઝ એપ્સ પર બેન
X

ભારત સરકાર દ્વારા ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ 47 ચાઈનીઝ એપ્સ અગાઉ બેન કરવામાં આવેલ 59 એપ્સની ક્લોનિંગ કરી રહી હતી. જે ચાઈનીઝ એપ્સ TikTok પર પ્રતિબંધ મૂકાયા બાદ TikTok લાઈટ તરીકે તે કામ કરી રહી હતી.

અગાઉ સરકારે ચીનની 59 એપ્લિકેશન પર બેન લગાવ્યો હતો. જેમાં TikTok, ShareIt, Helo અને કેમ સ્કેનર સહિત અનેક પૉપ્યુલર એપ્સ સામેલ હતી. સરકારે બીજી 275 ચાઈનીઝ એપ્સનું લિસ્ટ બનાવ્યું છે. જેની નેશનલ સિક્યોરિટી અને વાયલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે.

નવા લિસ્ટમાં કેટલીક ટૉપ ગેમિંગ એપ્સ પણ સામેલ છે. બની શકે કે આગામી સમયમાં ભારતમાં અનેક પૉપ્યુલર ચાઈનીઝ ગેમ્સ ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે. જેમાં PubG અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ બંધ થઈ શકે છે.

Next Story