• દેશ
 • દુનિયા
વધુ

  5 રાફેલ ફાઈટર જેટ ફ્રાન્સથી ભારત આવવા રવાના

  Must Read

  જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

  જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક...

  ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે....

  અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો

  વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ...

  ભારતીય વાયુસેનામાં સામેલ થવા માટે 5 રાફેલ ફાઈટર જેટ ફ્રાન્સથી રવાના થઈ ગયા છે. આ પાંચેય ફાઈટર એરક્રાફ્ટ ભારતીય પાયલટ ઉડાવીને અંબાલા એરબેઝ પર લાવી રહ્યાં છે. ફ્રાન્સથી ભારત આવતા સમયે ફાઈટર પ્લેનને 28-જુલાઈએ UAEના અલ ડાફરા એરબેઝ પર ઉતારવામાં આવશે.

  અલડાફરા એરબેઝની જવાબદારી ફ્રાન્સ એરફોર્સની પાસે છે. અહીં રાફેલ વિમાનોનું ચેકિંગ અને ફ્યૂઅલ ભરવામાં આવશે. જે બાદ પાંચેય એરક્રાફ્ટ 29 જુલાઈએ સવારે ભારત પહોંચશે. રાફેલને અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. ભારતે ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની ડીલ કરી છે. જેમાંથી 5 એરક્રાફ્ટની ડિલીવરી આપવામાં આવી રહી છે.

  અંબાલા એરબેઝ પર પહોંચ્યા બાદ જ રાફેલ વિમાનોને મિસાઈલથી સજ્જ કરી દેવામાં આવશે. જેમાં સ્કૈલ્પ, મેટેઓર અને હૈમર મિસાઈલ સામેલ છે. રાફેલનું પ્રથમ સ્ક્વાડ્રન અંબાલામાં સ્થિત હશે, જ્યારે બીજુ પશ્ચિમ બંગાળના હાશિમારામાં હશે.

  રાફેલ ફાઈટર જેટ અત્યાધૂનિક મિસાઈલ પ્રણાલીથી સજ્જ છે. જે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે. રાફેલની મેટ્યોર મિસાઈલ સિસ્ટમ દુશ્મનને હવામાં જ મારવાની ટેક્નિક છે. જ્યારે સ્કૈલ્પ લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે. જેને રાફેલથી જ લૉન્ચ કરી શકાય છે. આ મિસાઈલ દુશ્મન દેશોના ટાર્ગેટને અંદર સુધી જઈને ભેદવાની ક્ષમતા ધરાવે છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

  જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક...

  ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત...
  video

  અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો

  વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને સાધ્વી સહિત...

  વલસાડ : 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

  વલસાડ 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા” અંર્તગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે તાલુકાના જુદા-જુદા ગામોમાં...

  સુરત : કરંજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની નિબંધ લેખન સ્પર્ધામાં મેળવ્યો તૃતીય ક્રમ

  ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતીના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર)ના ઉપક્રમે...

  More Articles Like This

  - Advertisement -