Connect Gujarat
Featured

એમજી વડોદરા મેરેથોન દ્વારા જરૂરિયાતમંદની મદદ માટે 500 અનાજ કીટ બનાવી પોલીસે વિભાગને સોંપવામાં આવી

એમજી વડોદરા મેરેથોન દ્વારા જરૂરિયાતમંદની મદદ માટે 500 અનાજ કીટ બનાવી પોલીસે વિભાગને સોંપવામાં આવી
X

વડોદરા મેરેથોન દ્વારા લોકડાઉન ની સ્તિથીમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ માટે પણ સવાર સાંજ લોકડાઉન રહે ત્યાં સુધી ફૂડપકેટ્સ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર દેશ માં કોરોના વાયરસ ના પગલે 21 દિવસ માટે એટલે કે 14 મી એપ્રિલ સુધી લોકડાઉન ની સ્તિથી સર્જાઈ છે ત્યારે આવા સમયે પોતાના જીવ ના જોખમે દેશવાસીઓ માટે કામ કરતા આપણાં સફાઈસેવકો અને રોજીંદુ કમાનારા એને જરૂરિયાતમંદ લોકો ને મદદ કરવાના હેતુ થઈ ટીમ એમજી વડોદરા મેરથોન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

એમજી વડોદરા મેરેથોન દ્વારા વડોદરા ને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા અને આ આપદા ના સમય માં કામ કરી રહેલા આપણા સફાઈકર્મીઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ થી સવારે અને સાંજે એમ બે ટાઈમ 1 હજાર ફૂડ પેકેટ્સ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.વડોદરા મેરેથોનના અભિન્ન અંગ સમાં અમારા ફ્રન્ટ રનર શહેર ના વિવિધ વિસ્તારો માં જઇ ને સફાઈ કર્મચારીઓ અને ગરીબો ને ફૂડ પેકેટ્સ નું વિતરણ કરી રહ્યા છે.લોક્ડાઉન રહેશે ત્યાં સુધી સફાઈ કર્મી ઓ માટે ફૂડપકેટ્સ નું વિતરણ રોજ બે વખત કરવામાં આવશે.

આ અંગે વધુ જણાવતા એમજી વડોદરા મેરેથોન ના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, વિશ્વ સહિત આપણા દેશ પર કોરોના વાયરસ ના રૂપ માં આવેલી આ આપદા ના સમયે તેની સામે લડવા વડોદરા મેરેથોન ની ટીમ દેશવાસીઓ સાથે છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસ ના આપેલા લોકડાઉન નું સમગ્ર દેશ સહિત વડોદરા પણ પાલન કરી રહ્યું છે. ત્યારે આ સ્તીથી માં સૌથી વધારે અસર પામી રહેલા રોજીંદુ કંમાવી ખાનારા અને ગરીબ પરિવારો ને મદદ કરવાના આશય થી ટીમ એમજી વડોદરા મેરેથોન દ્વારા 500 અનાજ કીટ બનાવી વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ ને સોંપવામાં આવી છે.

આ અનાજ કીટ માં રાઈસ, લોટ, ચના દાળ, તુવેરદાલ, તેલ, નમક સહિત ની ચીજવસ્તુ ઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અનાજ કીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવશે. વડોદરા મેરેથોન હંમેશા સમાજલક્ષી કામો માં આગળ રહી કામગીરી કરે છે ત્યારે આ આપદા માં જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો આ અમારો પ્રયાસ છે તેમ તેજલ અમીને વધુ માં જણાવ્યું હતું.

Next Story