Connect Gujarat

50,000 રૂપિયાની નજીવી કિંમતે ઘરના વપરાશ માટે ઉપલબ્ધ થશે પવનચક્કી

50,000 રૂપિયાની નજીવી કિંમતે ઘરના વપરાશ માટે ઉપલબ્ધ થશે પવનચક્કી
X

કેરાલામાં બે ભાઇઓ અરૂણ અને અનુપ જ્યોર્જ ઓછી કિંમતની પવનચક્કી વિકસાવી છે. જે ઘરમાં દરરોજના વપરાશ માટે પુરતી માત્રામાં વીજળીનું ઉત્પાદન કરી શકે.

આ બંને ભાઇઓએ અવન્ત ગાર્ડે ઇનોવેશન્સ નામની ક્લિન એનર્જી કંપનીની પણ સ્થાપના કરી છે. બંને ભાઇઓ તેમની આ નવીન પ્રોડક્ટની કિંમત 50,000 માં આપવાનું આયોજન કરી રહ્યા છે.

બંને ભાઇઓની આ શોધ બિનપરંપરાગત વીજળીના સ્ત્રોતોના ક્ષેત્રમાં મહત્વની પુરવાર થશે. સીલિંગ ફેનની સાઇઝની આ પવનચક્કી ઘરની રોજની જરૂરિયાત પૂરતી વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે ભારત હાલમાં પવનચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાની બાબતમાં વિશ્વમાં ચીન, અમેરિકા અને જર્મની બાદ પાંચમા ક્રમે છે.જોકે,પવનચક્કીથી વીજળીના ઉત્પાદનમાં ભારત પાસે હજી પણ ઘણી વધારે ક્ષમતાઓ રહેલી છે.

Next Story