Connect Gujarat
Featured

તાજિકિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભુકંપ : ઉત્તર ભારતના રાજયોમાં પણ ધ્રુજી ધરા

તાજિકિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભુકંપ : ઉત્તર ભારતના રાજયોમાં પણ ધ્રુજી ધરા
X

તાજિકિસ્તાનમાં શુક્રવારે રાત્રીના સમયે આવેલાં ભુકંપના કારણે ભારત અને પાકિસ્તાનમાં પણ કેટલાય સ્થળોએ ધરા ધ્રુજી હતી. દેશના 7થી વધુ રાજયોમાં રાત્રે 10 વાગીને 31 મિનિટે ધરા ધ્રુજવા લાગતાં લોકો ડરના માર્યા ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતાં. ભુકંપના કારણે હાલના તબકકે કોઇ જાનહાનિ થઇ નથી.

ટેક્ટોનિક પ્લેટોમાં આ ટક્કરને કારણે જ ભારતીય ઉપખંડમાં અનેકવાર ભૂકંપ આવતા રહે છે. ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા આવા જ ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે ભૂજળમાં ઘટાડો થવાથી ટેક્ટોનિક પ્લેટોની ગતિ ગત થોડાક સમયમાં ધીમી પડી છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ,6 કે એથી વધુના રિક્ટર સ્કેલના ભુકંપ જાનલેવા હોય છે. તાજિકિસ્તાનમાં આવેલાં ભુકંપનું એપીસેન્ટર જમીનની નીચે 10 કીમીની ઉંડાઇએ તથા ભુકંપની તીવ્રતા 6.1 રીકટર સ્કેલ હતી. ભારતમાં પણ ધરા ધ્રુજવા લાગતાં લોકો ડરના માર્યા ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત રાજસ્થાનના બિકાનેરમાં પણ શુક્રવારે 4.3ની તીવ્રતાના ભુકંપનાઆંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી લગભગ 420 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં હતું. આ ભૂકંપ ભારતીય સવારે 8:01 વાગ્યે આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં પણ રક્ષાબંધનના તહેવારે અને ત્યારબાદ એક મળી કુલ બે ભુકંપના આંચકા અનુભવાય ચુકયાં છે.

Next Story