Connect Gujarat
દુનિયા

અમેરિકાનાં 6 ફર્સ્ટ લેડી ભારત આવી ચૂક્યા છે, જાણો કોણ કોણ?

અમેરિકાનાં 6 ફર્સ્ટ લેડી ભારત આવી ચૂક્યા છે, જાણો કોણ કોણ?
X

જેકલીનથી લઈને મિશેલ સુધીનાં ભારત પ્રવાસ પર એક નજર

જેકલિન કેનેડી

અમેરિકાનાં 35માં

પ્રમુખ જોન એફ કેનેડીનાં પત્ની જેકલિન ૧૯૬૨માં ભારત આવ્યા હતા. તેઓ ૯ દિવસ ભારતમાં

રહ્યા હતા. તેમનું સ્વાગત પંડિત જવાહરલાલ નેહરુએ કર્યું હતું.

પેટ નિકસન

અમેરિકાના ૩૭માં

પ્રમુખ રિચર્ડ નિકસનનાં પત્ની પેટ નિકસન ૧૯૬૯માં ભારતમાં આવ્યા હતા. તેઓ સૌથી ઓછો

સમય રહ્યા હતા. તેઓની ભારત મુલાકાત સમયે દેશમાં તણાવપૂર્ણ માહોલ હતો.

રોઝાલિન કાર્ટર

૧૯૭૮માં યુએસનાં

૩૯માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટર સાથે તેમના પત્ની રોઝાલિન કાર્ટર પણ ભારત આવ્યા

હતા.તે વખતે સત્તા પર મોરારજી દેસાઇ હતા. રોઝાલિન કાર્ટરને ભારતની સંસ્કૃતિ જાણવામાં

રસ હતો.

હિલેરી ક્લિન્ટન

૧૯૯૫માં હિલેરી

ક્લિન્ટન દક્ષિણ પૂર્વ એશિયાના ૧૨ દિવસનાં પ્રવાસ દરમિયાન ૩ દિવસ ભારતમાં રોકાયા

હતા. ૧૯૯૭માં ફરી કોલકાતામાં મધર ટેરેસાના અંતિમ સંસ્કાર વખતે આવ્યા હતા.

લૌરા બુશ

અમેરિકાનાં ૪૩માં

રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ તેમના પત્ની લૌરા બુશ સાથે ૨૦૦૬ની સાલમાં ભારત પ્રવાસે

આવ્યા હતા. તેઓ ૬૦ કલાક ભારતમાં રહ્યા હતા. તેઓનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત

કરાયું હતું.

મિશેલ ઓબામા

અમેરિકાનાં પૂર્વ

રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામા ૨૦૧૦ અને ૨૦૧૫માં એમ બે વખત ભારતમાં

પધાર્યા હતા.

આગામી ૨૪

ફેબ્રુઆરીનાં રોજ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની ૭માં અમેરિકન ફર્સ્ટ લેડી તરીકે ભારતમાં

પધારશે. ભવ્ય કાર્યક્રમ હેઠળ દુનિયાની મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્નીનું

સ્વાગત કરવામાં આવશે.

Next Story