Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોવિડ-19ના 667 નવા કેસ નોધાયા, 899 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોવિડ-19ના 667 નવા કેસ નોધાયા, 899 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 667 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 દર્દીઓના મોત થયા છે. જ્યારે 899 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો 249913 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4332 થયો છે.

રાજ્યમાં હાલ 8359 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,37,222 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 8301 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં 667 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 129, સુરત કોર્પોરેશનમાં 101, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટ કોર્પોરેશનમાં 62, વડોદરા-28, સુરત-19, રાજકોટ-18, કચ્છ 17, ભરૂચ 16, ભાવનગરકોર્પોરેશન -15, જામનગર કોર્પોરેશન 15, દાહોદ-14, મહેસાણા 14, જુનાગઢ 12, આણંદમાં 10 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 899 દર્દી સાજા થયા હતા અને 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે.

Next Story