Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાંથી બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, સરકારની કબુલાત

અમદાવાદ : રાજયમાંથી બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, સરકારની કબુલાત
X

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ વિશે તમે સાંભળ્યું હશે પણ હવે દારૂની સાથે ડ્રગ્સનો ધંધો ધીકતો બન્યો છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારના રોજથી પ્રારંભ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે રાજયમાં ડ્રગ્સ વિશે સવાલ કર્યો હતો તો તેના જવાબમાં રાજ્ય સરકાર તરફથી જે જવાબ આપવામાં આવ્યો તે ચોંકવનારો છે. રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાની કિંમતના અફિણ, ગાંજો,ચરસ, હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યાં છે.

ડ્રગ્સની હેરાફેરી તથા વેચાણ સહિતના ગુનામાં 4545 લોકોની હજી ધરપકડ કરવાની બાકી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં 217 કરોડ 89 લાખ 43 હજાર 580 રૂપિયાનો દેશી અને વિદેશી દારુ પકડાયો છે. 2019 કરતાં 2020માં વધુ દારુ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે . જેમાં 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં વધુ દારુ ગુજરાતમાંથી પકડાયો હોવાનું સરકારે કબૂલ્યું છે. રાજયમાં બે વર્ષમાં ઝડપાયેલાં ડ્રગ્સની કિમંત 68 કરોડ રૂપિયા ઉપરાંત થવા જાય છે.

Next Story