Connect Gujarat
Featured

વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે
X

વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ગુજરાત એટીએસની ટીમે આ ગુનામાં સંડોવાયેલા છોટા રાજન ગેંગના બે સાગરિતોને ઝડપી પાડયાં છે.

એટીએસના હાથે ઝડપાયેલાં આરોપીઓ કોણ છે :

  • શરમતબેગ ઉર્ફે કાલુ હમામ, રહે : 208 નિર્મલ એપાર્ટમેન્ટ, નાલાસોપારા, મુંબઇ
  • સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના રહે. ચીકમંગલુર, કર્ણાટક

જાન્યુઆરી મહિનામાં બની હતી ચકચારી લુંટની ઘટના :

ચણોદ વાપી સેલવાસ રોડ પર આવેલાં ચંદ્રલોક કોમ્પલેકસના પહેલા માળે આવેલી IIFLની ચોફીસમાં હિન્દીભાષી લુંટારૂઓ નારિયેળ કાપવાના છરા અને રીવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે ઘુસી આવ્યાં હતાં. તેમણે સ્ટાફના સભ્યોને બંધક બનાવી તિજોરીમાંથી 7 કરોડ રૂપિયાનીમાલમત્તાની લુંટ ચલાવી હતી. બનાવ સંદર્ભમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

એટીએસની ટીમે બાતમીના આધારે બે આરોપીને દબોચ્યા, 70 લાખ રોકડા મળ્યાં :

ગુજરાત એટીએસના ઓપરેશન વિભાગના એસપી દિપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એન.ગોસ્વામી, વાય.એમ.ગોહિલ, પીએસઆઇ કે.જે.રાઠોડ,જે.બી.પટેલ, એએસઆઇ પ્રકાશ પાટીલ સહિતની ટીમે નાલાસોપારા અને ચીકમંગલુરમાં દરોડો પાડી બે આરોપીને ઝડપી પાડયાં છે. બંને આરોપીઓ છોટા રાજન ગેંગમાં સક્રિય છે. તેમની પાસેથી 70 લાખ રૂપિયા રોકડા સહિતનો મુદામાલ કબજે લેવાયો છે.

આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાનો ગુનાહિત ઇતિહાસ:

એટીએસના હાથે ઝડપાયેલાં આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના દાઉદ ગેંગના બે સાગરિતો કય્યુમ કુરેશી અને ઇકબાલ ફંટુરાની હત્યા કરી હતી. સુરતના કામરેજ વિસ્તારમાં 2011ની સાલમાં બસમાંથી વૃધ્ધનું અપહરણ કરીને હીરાના પડીકાની લુંટ ચલાવી હતી. નવી મુંબઇમાં આ ટોળકીએ 9 લાખ રૂપિયાની લુંટ પણ ચલાવી હતી. આરોપી સંતોષ સામે હત્યા, લુંટ, ખંડણી સહિતના 7 થી વધારે ગંભીર ગુના નોંધાયેલાં છે.

આરોપી શરમત બેગ ઉર્ફે કાલુ હમામ સામે નોંધાયાં છે અનેક ગુનાઓ :

શરમતબેગ સામે મુંબઇના નાગપાડા પોલીસ સ્ટેશનમાં મારામારી, જુગારની કલબમાં તોડફોડ, વી.પી. રોડ પોલીસ સ્ટેશનમાં હત્યા, લુંટના , મુંબઇના જ અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અન્ય પોલીસ સ્ટેશનો મળી 12 થી વધારે ગંભીર ગુનાઓ નોંધાયેલાં છે.

Next Story