માત્ર સાત વર્ષની પરી ધોનીને શરમાવે તેવો ફટકારે છે “હેલીકોપ્ટર શોટ”

0
61

હરિયાણાના રોહતકમાં રહેતી માત્ર સાત વર્ષની પરી શર્મા ક્રિકેટ રમવામાં માહિર છે. પોતાના ફેવરીટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના નકશે કદમ પર હેલીકોપ્ટર શોટ મારવામાં પણ માહિર છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ પ્રશંસા કરી ચુક્યા છે. કોણ છે આ પરી શર્મા?

વીડિઓમાં જોવાતી આ માત્ર સાત વર્ષની બાળકી છે. જેનું નામ પરી શર્મા છે. હરિયાણાના રોહતકની સાત વર્ષીય પરી શર્મા ક્રિકેટ રમવામાં રૂચી ધરાવે છે. પરીએ 4 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તે પિતા અને કોચ પ્રદીપ શર્માના સપનાને પૂર્ણ કરવા માંગે છે. અને તે સપનું છે દેશ માટે રમવાનું. તેની રમતની પ્રશંસા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કરી ચુક્યા છે. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શાઈ હોપ અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને પણ પરીની તારીફ કરી હતી. હોપે કહ્યું હતું કે તે પરીની જેમ બેટ્સમેન બનવા માંગે છે. માઇકલ વોન પણ પરીના ફૂટવર્કના મુરીદ છે.

પરી ત્યારે ચર્ચામાં આવી જયારે તેનો એક વીડિઓ ટ્વીટર પર વાયરલ થયો હતો. વિડીયોમાં પરી ધોનીનો સિગ્નેચર શોટ હેલીકોપ્ટર શોટ ફટકારતી જોવા મળે છે. પરીનો આ વિડીયો 2 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે. પરીનો ફેવરીટ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. તેને શેન વોર્ન પણ પસંદ છે. ધોનીની જેમ જ પરી હેલિકોપ્ટર શોટ લગાવે છે. પરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ઓલ રાઉન્ડર છે અને દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું ધરાવે છે. તે કહે છે રોજ ૧૦ કલાક પ્રેક્ટીસ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ રમું છું, દેશ માટે રમી પરિવારનું નામ રોશન કરવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here