Top
Connect Gujarat

8 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

8 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ, લ, ઇ): યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.

વૃષભ (બ.વ.ઉ) : જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ.

મિથુન (ક.છ.ઘ) : આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે.

કર્ક (ડ,હ) : ધ્યાન, આધ્યાત્મ સંબંધી વિશેષ યોગ. વિશેષ નિર્ણય દ્વારા ધન વૃદ્ધિનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં સામાજિક પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ.

સિંહ (મ,ટ) : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

કન્યા (પ,ઠ,ણ): વિશિષ્ટ ખાનપાન પણ થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ.

તુલા(ર,ત) : સમસ્યાઓ પર વિશિષ્ટ ચિંતનનો યોગ. શિક્ષા, જ્ઞાન વિશેષ નિર્ણયથી લાભ પ્રાપ્તિનો યોગ. પદ, વાહન સંબધી વિવાદોમાં સમય પસાર થશે.

વૃશ્ચિક(ન,ય) : કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે.

ધન(ભ,ધ,ઢ,ફ) : જ્ઞાનવૃદ્ધિ માટે સ્વાધ્યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું.

મકર(ખ,જ): મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.

કુંભ(ગ.સ.શ.ષ) : વ્યાપાર ક્ષેત્ર વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળશે.

મીન (દ,ચ,ઝ,થ) : મહત્વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્ય મળશે. માન-સન્માન વધશે.

Next Story
Share it