Connect Gujarat
Featured

અમદાવાદ : આઠ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ઉતાર્યા 3 પાટીદાર ઉમેદવાર

અમદાવાદ : આઠ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ઉતાર્યા 3 પાટીદાર ઉમેદવાર
X

આગામી 3 જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. વિધાનસભાની જેમ પેટાચૂંટણીમાં ય કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યુ છે. કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા છે.

પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પાંચ ઉમેદવારના નામોની સત્તાવાર જાહેરાત પહેલા કરવામાં આવી હતી. અબડાસામાં ડો શાંતિલાલ સાંઘાણી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.આ બેઠક પર ભાજપના પક્ષપલટુ ઉમેદવાર પ્રદુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સાંઘાણી વચ્ચે જંગ જામશે. અબડાસામાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે.

મોરબીમાં જયંતિલાલ જયરાજભાઇ પટેલને ચૂંટણી મેદાને ઉતારાયાં છે. ધારીમાં ય કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકીટ આપી છે.આ બંને બેઠકો પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને પસંદગી કરી છે જેના કારણે ાૃધારી-મોરબીમાં ભાજપ-કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો ચૂંટણી મેદાને સામસામે આવ્યા છે.કરજણ બેઠક પર ભાજપે પક્ષપલટુ ઉમેદવાર અક્ષય પટેલને ટિકીટ આપી છે જેના કારણે કોંગ્રેસના ધર્મેશ પટેલની ટિકીટ ફાઇનલ મનાઇ રહી હતી પણ છેલ્લી ઘડીએ સ્થાનિક અને જાતિગત સમીકરણોને જોતા ઉમેદવારનુ નામ બદલાયુ હતું.

કોંગ્રેસે આ બેઠક પર કિરીટસિંહ જાડેજોન ટિકીટ આપી છે. આમ કરજણ બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવાર આમને સામને છે. ગઠડામાં ભાજપના પૂર્વ મંત્રી આત્મારામ પરમાર પેટાચૂંટણીના મેદાને છે ત્યારે કોંગ્રેસે પણ મોહનલાલ સોલંકીને ટિકીટ આપી છે.આમ, કોંગ્રેસે સૃથાનિક ઉપરાંત નવા ચહેરાઓને તક આપી છે. એટલુઁ જ નહીં, પાટીદાર કાર્ડ ખેલી ભાજપ સામે ફરી પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

Next Story