Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ,આજે વધુ 861 નવા કેસ નોંધાયા,કુલ કેસની સંખ્યા 39 હજારને પાર

ગુજરાત રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ,આજે વધુ 861 નવા કેસ નોંધાયા,કુલ કેસની સંખ્યા 39 હજારને પાર
X

ગુજરાત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 861 પોઝીટીવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીના મોત છે. આજે 429 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આજે 861 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 307 , અમદાવાદમાં 162 , વડોદરામાં 68, વલસાડ-28, ગાંધીનગર- 32 , ભરૂચ-19, બનાસકાંઠા- 18, રાજકોટ -20 , ખેડા- 17, મહેસાણા - 17, નવસારી-16, ભાવનગર – 23 , દાહોદ- 13, જુનાગઢ 19 , આણંદ- 11, સાબરકાંઠા- 11, સુરેન્દ્રનગર-10, ગીર સોમનાથ-9, અમરેલી - 8, તાપી -8, જામનગર -11 , બોટાદ-6, અરવલ્લી-5, કચ્છ-5, પાટણ 5, છોટાઉદેપુ-4, મોરબી -4, પંચમહાલ-3, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ - 5, સુરત – 6 , અરવલ્લી-1, પાટણ- 1, બનાસકાંઠા-1, ભરૂચ-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2010પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9528 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story