Connect Gujarat
દેશ

87 વર્ષનાં ચારુલતા પટેલને જોઈને વિરાટ અને રોહિત તેમને મળવા પહોંચ્યા હતા

87 વર્ષનાં ચારુલતા પટેલને જોઈને વિરાટ અને રોહિત તેમને મળવા પહોંચ્યા હતા
X

એજબેસ્ટનમાં ગઇરાત્રે ભારત-બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચમાં, 87 વર્ષનાં ચારુલતા પટેલે, તેમના અનન્ય ક્રિકેટ પ્રેમના કારણે સ્ટેડિયમની અંદર ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો અનેસ્ટેડિયમની બહાર કરોડો ટીવી દર્શકોનાં દિલ જીતી લીધાં. ચારુલતા બહેન, પ્રથમ વર્લ્ડ કપ રમાયો તેના 43 વર્ષ પહેલાં, તાંઝાનિયામાં ગુજરાતી પરિવારમાં જન્મ્યાં હતાં, અને ત્યારથી ક્રિકેટનાં દિવાનાં છે. નાનપણમાં ક્રિકેટ પણ રમતાં હતાં. ભારતની ટીમ જ્યારે પણ ઇંગ્લેન્ડ આવે છે, ચારુલતા બહેન દરેક મેચમાં હોય છે.

1983માં કપિલ દેવે વર્લ્ડ કપ ઉઠાવ્યો, ત્યારેપણ ત્યાં હાજર હતું. તેમણે ઘણા ભારતીય કપ્તાન જોયા છે, પણ વિરાટ કોહલી પર તેમને સવિશેષ પ્રેમ છે, અને કહે છે કે આ વર્લ્ડ કપ તે ઉઠાવશે. ચારુલતા બહેનના જુસ્સાને જોઈને,ઉધોગપતિ આનંદ મહેન્દ્રાએ, ભવિષ્યમાં રમાનારી તમામ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓમાં, ચારુલતા પટેલને સ્પોન્સર કરવાની જાહેરાત કરી છે

Next Story