Connect Gujarat
ગુજરાત

અમેરીકામાં વધુ એક ગુજરાતીનું થયું મોત, મોટલની રૂમ નં 9 માંથી મળ્યું મૃત શરીર

અમેરીકામાં વધુ એક ગુજરાતીનું થયું મોત, મોટલની રૂમ નં 9 માંથી મળ્યું મૃત શરીર
X

અમેરિકાની સ્થાનિક એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ શરૂ

અમેરીકામાં વધુ એક ગુજરાતીનું મોત નીપજયું છે, આ ઘટના અમેરિકાની એક મોટલમાં થઈ હતી. મોટલની રૂમ નંબર 9 માં તેમનો મૃત દેહ મળી આવ્યો હતો.

સૂત્રો ના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ ભીખુભાઈ પટેલ નામનો હતો, અને પોતે મૂળ વલસાડ ગામના કલવાડ ગામના રહેવાસી હોવાનું માલૂમ પડ્યુ હતું. ભીખુભાઈ પટેલ અને તેમનું આખુંય પરિવાર વર્ષોથી અમેરીકામાં સ્થાયી છે. અમેરિકાની સ્થાનિક એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પટેલ સમાજમાં ગમગીનીનો મહોલ છવાઈ જવા પામ્યો છે. તેમનો પૂરો પરિવાર હાલમાં અમેરીકામાં વસવાટ કરે છે. મોટલની રૂમમાંથી અચાનક મૃતદેહ મળી આવતા મૉટેલ ઉપર અને તેમના કર્મચારીઓ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Next Story