Connect Gujarat
ગુજરાત

ભરૂચ:લિંક રોડ આસપાસના વિસ્તારમાં ખોદકામ બાદ પુરાણ ના કરતા પ્રજા પરેશાન

ભરૂચ:લિંક રોડ આસપાસના વિસ્તારમાં ખોદકામ બાદ પુરાણ ના કરતા પ્રજા પરેશાન
X

એક મહિના ઉપર સમય થયો હોવા છતાંય રોડ રિપેર ન થતા સ્થાનિકો તેમજ દુકાનદારો અને વાહનચાલકો ને હાલાકી

ભરૂચના અયોધ્યાનગર, સાંઇબાબા નગર લિંક રોડ પર ભરૂચ નગર પાલિકા દ્વારા રોડ પર ખોદકામ કરવામાં આવેલ એક મહિના ઉપર થવા આવ્યું હોઈ છતાંય આજદિન સુધી જે રોડ પર ખોદકામ કરવામાં આવેલ તે રોડને રિપેર કરવામાં આવેલ નથી.

એક મહિના ઉપર સમય થયો હોવા છતાંય રોડ રિપેર ન થતા સ્થાનિકો તેમજ દુકાનદારો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારો આખો દિવસ ખોદેલ રોડની ધૂળ થી કંટાળી ગયા છે. રાહદારીઓ પણ ધૂળ થી હેરાન પરેશાન થઈ ગયા છે. વાહનચાલકોને હેરાની થઈ રહી છે. વારંવાર રજુઆત છતાંય આ રોડનું સમારકામ કરવામાં આવી નથી રહ્યું.

ચિંતાનો વિષય કે આ રોડનું સમારકામ તો નથી જ થઈ રહ્યું ઉપર થી પ્રજાના રૂપિયાનો ભરૂચ નગરપાલિકા દ્વારા ખોટો વ્યય થઈ રહ્યો છે. રોડ ની સાઈડનો એક આખો ભાગ ખોદી ફક્ત ખોદેલા ભાગની માટી જ ઉપર ચઢાવી ખાડો પુરી દેવામાં આવેલ છે અને હવે તેની પર વાહનચાલકોને વાહન લઈને ચાલતા કેટલો રસ્તો છે તે ખબર પડે તે માટે માટી પર પાક્કો કલર મારવામાં આવી રહ્યો છે. આ કેટલી હદે સાચું માટે અયોધ્યાનગર તેમજ સાંઇબાબા નગરના સ્થાનિકોમાં ભરૂચ નગર પાલિકા દ્વારા કલરના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે વાતે જોર પકડ્યું છે.

Next Story