Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન: ઇકો કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગુજરાતી પરિવારના પાંચ સભ્યોના મોત

રાજસ્થાન: ઇકો કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગુજરાતી પરિવારના પાંચ સભ્યોના મોત
X

  • રાજસ્થાનના રણુંજા ખાતે દર્શન કરવા માટે એક ગુજરાતી પરિવાર ઇકો કારમાં સવાર થઇને જઇ રહ્યો હતો
  • કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઇકો કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ
  • કારમાં સવાર5 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર
  • ઘટનામાં ગોધરાના2, કાલોલના 2 અને સાવલીના એકનું મોત

રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 5 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રાજસ્થાનના બાડમેર હાઈ-વે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રાજસ્થાનના રણુંજા ખાતે દર્શન કરવા માટે એક ગુજરાતી પરિવાર ઇકો કારમાં સવાર થઇને જઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણસર કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઇકો કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ઘટના રણુંજાથી પાછા ફરતી વખતે સર્જાઇ હતી.

ઇકો કારમાં સવાર 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાની માહીતી મળી છે. આ ઘટનામાં ગોધરાના 2, કાલોલના 2 અને સાવલીના એકનું મોત થયું છે. બાડમેર હાઈ-વે પર આ ગોજારી ઘટના બનતા લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા. જેમને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરીને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ ઘટનામાં ગોધરા તાલુકાના ચાંચપુરના 2 વ્યક્તિ, કાલોલ તાલુકા સુરેલીના પતિ પત્ની તથા સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામની એક મહિલા મળી કુલ 5 લોકો ઇકો કારમાં સવાર હતા, જેમનું રોડ અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતના પગલે ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Next Story