અંકલેશ્વરની વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે વરિષ્ઠ અધ્યાપક પ્રા. હરેશકુમાર જયંતિલાલ પરીખનો વિદાય સન્માન સમારોહ આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.

આ પ્રસંગે પ્રા. હરેશકુમાર પરીખ અને તેમનાં ધર્મપત્ની માયાબેન પરીખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધ્યાપક ડૉ. હેમંત દેસાઈએ પ્રા. પરીખની સેવાઓ અને સંસ્થામાં તેમના યોગદાનને બિરદાવતાં સન્માનપત્રનું વાચન કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે તેમને શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અધ્યક્ષીય પ્રવચનમાં આચાર્ય ડૉ. જી. કે. નંદાએ પ્રા. પરીખની સેવાઓને બિરદાવી તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ અને નિરોગી સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી હતી.
