અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા સ્થિત અંસાર માર્કેટ – નોબેલ માર્કેટ ખાતે ‘અંકલેશ્વર સ્ક્રેપ ડીલર એસોસિએશન’ના આગેવાનો દ્વારા રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલનો વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ, ભડકોદ્રા ગામના અગ્રણી રાકેશ પટેલ તેમજ અંકલેશ્વર તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી વૈકુંઠ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન સ્ક્રેપ ડીલર એસોસિએશનના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલનું પુષ્પગુચ્છથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ એસોસિએશનના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક વેપારીઓ તથા સ્ક્રેપ ડીલર્સના પ્રશ્નો અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. આ સમારોહમાં સ્ક્રેપ ડીલર એસોસિએશનના મોટી સંખ્યામાં સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
