Connect Gujarat
Featured

પુણેમાં સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 15 લોકોના મોત

પુણેમાં સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 15 લોકોના મોત
X

મહારાષ્ટ્રના પુણેમાં પિરંગુવટ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં સોમવારે સાંજના 5 કલાકે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફેક્ટરીમાં કામ કરી રહેલી 37 મહિલાઓના 15 ગંભીર રીતે દાઝતા તેમના મોત થયા હતા. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં ઘણા મજૂરો કામ કરી રહ્યાં હતા અને તેમાંના મોટાભાગની મહિલાઓ હતી. ઘણા કર્મચારીઓની હજુ સુધી ભાળ મળી નથી. આગ લાગવાને કારણે ધૂમાડાના એટલા બધા ગોટા ચડ્યા હતા દૂરદૂરના વિસ્તારો સુધી જોઈ શકાતા હતા.

ફાયર બ્રિગેડે જણાવ્યું કે જે સમયે આગ લાગી ત્યારે 37 કર્મચારીઓ કામ કરતા હતા. 11 લોકોની લાશ મેળવી લેવાઈ છે અને 20 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે.સેનેટાઈઝરમાં આલ્કોહોલ હોય છે અને તેને કારણે આગ લાગી હતી અને ઝડપી ગતિએ ફેલાઈ હતી.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

Next Story